- હાથરસ જિલ્લામાં સર્જાઈ દુર્ઘટના
- મૃતકોમાં 23 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ
નવી દિલ્હી, 02 જુલાઈ : ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં સત્સંગમાં ભાગ લેવા આવેલા 27 લોકોના નાસભાગમાં મૃત્યુ થયા છે. એટાહના એસએસપીએ આ વાતની પુષ્ટિ કરી હતી. ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. રાકેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે ભોલે બાબાના સત્સંગ દરમિયાન હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગાબમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.
એટાહના એસએસપીએ 27 લોકોના મૃત્યુની કરી પુષ્ટિ
એટાહના એસએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. એટાહ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહો આવ્યા છે, જેમાં 23 મહિલાઓ, 3 બાળકોનો સમાવેશ થાય છે. અને 1 વ્યક્તિનો મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યો નથી. આ 27 મૃતદેહોની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
#WATCH | Uttar Pradesh: Etah SSP Rajesh Kumar Singh says, “… A religious event was going on in Mughalgarhi village of Hathras district when the stampede occurred. So far 27 dead bodies have been received in the Etah Hospital, including 23 women, 3 children, and 1 man. The… https://t.co/Ih37mRehAY pic.twitter.com/xJa3AN4Yo4
— ANI (@ANI) July 2, 2024
એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્સંગ સમાપ્ત થયા પછી જેવી ભીડ ત્યાંથી જવા લાગી ત્યાં જ નાસભાગ મચી ગઈ હતી. જેમાં મહિલાઓ અને બાળકો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. જે બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.
અકસ્માતને નજરે જોનાર યુવતીએ જણાવ્યું કે સત્સંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સત્સંગ પૂરો થયા પછી લોકો ત્યાંથી જવા લાગ્યા. દરમિયાન બહાર નીકળવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા સામે જોતા પણ ન હતા. બચાવવા માટે કોઈ ન હતું.
આ પણ વાંચો : કેજરીવાલની ધરપકડ પર સીબીઆઈને હાઈકોર્ટની નોટિસ, 7 દિવસમાં માંગ્યો જવાબ