ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ? જાણો શું કહ્યું CM પુષ્કર સિંહ ધામીએ

Text To Speech

દેહરાદૂન, 19 જુલાઇ : હાલમાં જ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો હતો કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ છે. તેમના આ આરોપને ઘણા સાધુ-સંતોએ નકારી કાઢ્યા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યાના પાંચ દિવસ બાદ હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ આરોપને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે અવિમુક્તેશ્વરાનંદ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો તથ્યોથી પર છે. આ દરમિયાન તેમણે કેદારનાથ ધામ સહિત ચાર ધામોના વિકાસમાં વડાપ્રધાન મોદીના યોગદાન વિશે પણ જણાવ્યું.

પુષ્કર સિંહ ધામી શુક્રવારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં સીએમ ધામીએ કહ્યું કે આ આરોપો તથ્યથી પર છે. જવાબ આપતી વખતે ધામીએ આંકડા પણ આપ્યા. ધામીએ કહ્યું કે જ્યારથી મંદિરનું નિર્માણ અને જીર્ણોદ્ધાર થયું ત્યારથી આજ સુધી આટલું સોનું મંદિરમાં આવ્યું નથી. એક અંદાજ આપતાં તેમણે કહ્યું કે આજ સુધીમાં તેનો ચોથા ભાગ જ મંદિરમાં પહોંચ્યો હશે.

સીએમ ધામીએ કહ્યું કે હું આ મામલે વધુ કહેવા માંગતો નથી, કારણ કે મંદિર સમિતિના સાધુ-સંતોએ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ઋષિ-મુનિઓએ પણ આ આરોપને તથ્ય વિહોણા ગણાવ્યા છે. આ દરમિયાન સીએમ ધામીએ કહ્યું કે તે બાબા કેદારનાથનું ધામ છે અને જો કોઈ બાબાના ઘરમાં આવું કૃત્ય કરે છે તો તે બાબાની નજરથી બચી શકશે નહીં.

હાલમાં જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અનંત અંબાણીના લગ્ન માટે મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા. અહીંથી નીકળતી વખતે સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ છે. હવે પુષ્કર સિંહ ધામીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ધામીએ ચાર ધામોના પુનઃનિર્માણમાં યોગદાન માટે પીએમ મોદીનો પણ આભાર માન્યો છે.

આ પણ વાંચો: CM યોગીનો મોટો નિર્ણયઃ કાવડ યાત્રાની દુકાનો પર લખવું પડશે નામ, હલાલ ઉત્પાદનો પર કાર્યવાહી

Back to top button