ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 227 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 25, સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1875 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 10,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. તો સાથે સાથે છેલ્લા 24 કલાકમાં 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
આ પણ વાંચો : દેશમાં હવે પાણી પર પણ દોડશે મેટ્રો, જાણો શું છે ખાસિયતો