હમાસનો હુમલો આતંકી કૃત્યઃ PM મોદી, ભારતીયો માટે એડવાઈઝરી જારી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો
- હમાસના હુમલામાં 22 ઇઝરાયેલી મૃત્યુ પામ્યા
- પીએમ નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું
- ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કરતા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ હુમલામાં 22 ઈઝરાયેલી મૃત્યુ પામ્યા છે. બીજી તરફ, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ અને તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર સંદેશો લખ્યો છે કે, આ મુશ્કેલ ઘડીમાં અમે ઇઝરાયેલ સાથે છીએ. આ ઉપરાંત, માર્યા ગયેલા નિર્દોષો અને તેમના પરિવારને સાંત્વના પણ પાઠવી છે.
Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
બીજી તરફ, હમાસ આતંકવાદીઓના આ હુમલાને લઈને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. પેલેસ્ટાઈન તરફથી લગભગ 5000 રોકેટ છોડવામાં આવતા ઈઝરાયેલના ઘણા શહેરોમાં તબાહીનાં દ્રશ્યો સામે આવ્યા છે. જેના કેટલાક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. હમાસે દાવો કર્યો છે કે આ હુમલામાં 30 ઈઝરાયલી માર્યા ગયા છે.
#WATCH | Gaza City: Gaza skyline after sirens warning of incoming rockets near Tel Aviv as the Islamist movement Hamas launched attack on Israel.
(Source: Reuters) pic.twitter.com/9vlIoc57nL
— ANI (@ANI) October 7, 2023
હમાસે ચાલી રહેલા ઓપરેશનને ‘અલ-અક્સા ફ્લડ‘ નામ આપ્યું છે. જ્યારે, ઇઝરાયેલી સેનાએ હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ‘ શરૂ કર્યું છે. આ ઉપરાંત, ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હમાસના હુમલામાં લગભગ 545 ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા છે.
ભારત સરકારે એડવાઇઝરી જારી કરી
ભારત સરકારે ઇઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ત્યાં વસતા ભારતીય નાગરિકોને પરિસ્થિતિ પર નજર રાખવા સતર્ક રહેવા જણાવાયું છે. તેમજ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સેફ્ટી શેલ્ટર્સ પાસે રહેવાની અપીલ કરી છે. ભારતીય નાગરિકોને ઈઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઈમર્જન્સીના સમયે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એમ્બેસી હેલ્પલાઈન નંબર +97235226748 છે અને ઈમેલ આઈડી [email protected] છે.
Advisory issued for Indian nationals in Israel, asking them to remain “vigilant and observe safety protocols”. pic.twitter.com/vucrYecRi9
— Press Trust of India (@PTI_News) October 7, 2023