21 મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ સ્પોર્ટ્સ : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ 800 મીટર દોડમાં મેળવ્યો સિલ્વર મેડલ
પાલનપુર : ચૌધરી ચરણસિંઘ હરીયાણા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, હિસ્સાર ખાતે તા. 20 થી તા. 24 ફેબ્રુઆરી-2023 દરમ્યાન યોજાયેલ 21 મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ- 2022-23 માં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરનાં કુલ-40 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ બાસ્કેટબોલ, બેડમીન્ટન (ભાઈઓ-બહેનો), કબડી, ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો), વોલીબોલ (ભાઈઓ-બહેનો) અને એથ્લેટિકસ (ભાઈઓ-બહેનો), રમતોમાં ભાગ લીધો હતો. તેમના ટીમ મેનેજર તરીકે ચિમનભાઇ પટેલ કૃષિ મહાવિધાલય ખાતે ફરજ બજાવતાં જયપાલસિહ ચાવડા, મદદનીશ પ્રાધ્યાપક તેમજ નિયામક, વિદ્યાર્થી કલ્યાણ કચેરી ખાતે ફરજ બજાવતાં વિક્રમ સોલંકી, ખેતીવાડી અધિકારી સાથે ગયા હતા.
આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશમાંથી કુલ 65 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાગર પ્રજાપતિએ 800 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક (સિલ્વર મેડલ) તેમજ 1500 મીટર દોડમાં ચતુર્થ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કરવા બદલ સિલ્વર મેડાલીસ્ટ સાગર પ્રજાપતિ તથા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને ટીમ મેનેજરોને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણ, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ર્ડા. કે. પી. ઠાકર તથા યુનિવર્સિટીના તમામ અધિકારીઓ અને વિવિધ મહાવિધાલયના આચાર્યઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના જાવલમાં વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ