પંજાબના 21 વર્ષના જસકરણે KBCમાં રચ્યો ઈતિહાસ,સીઝનનો પહેલો બન્યો કરોડપતિ
પંજાબના જસકરણ સિંહે કૌન બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયા જીત્યા.કૌન બનેગા કરોડપતિ 15 એ ટીવી પરનો સૌથી લોકપ્રિય શો છે. આ વખતે પણ અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. પંજાબના જસકરણ સિંહે શોમાં ઈતિહાસ રચ્યો છે.શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં પંજાબનો જસકરણ હોટ સીટ પર બેઠો જોવા મળે છે.તે આ સિઝનનો પહેલો કરોડપતિ બની ગયો છે.7 કરોડના સવાલનો પડદો મંગળવારે રાતે જ ખૂલશે.
જીત બાદ વાત કરતા 21 વર્ષીય જસકરણ સિંહે કહ્યું કે તેને 4 વખત રિજેક્ટ કરવામાં આવ્યો પરંતુ તેણે આશા છોડી નહીં. જે તેને પુસ્તકોમાં ન મળ્યું તે તેણે ઓનલાઈન શોધી કાઢ્યું.વીડિયોમાં તેણે કહ્યું, ‘આ મારા જીવનની પહેલી કમાણી છે. હું પંજાબના એક નાનકડા ગામનો છું. મને અહીંથી કોલેજ જવામાં 4 કલાક લાગે છે.
જસકરણ જણાવે છે કે કેબીસીનું શૂટિંગ લગભગ બે અઠવાડિયા પહેલાં થયું હતું. પરંતુ સોની ટીવીના નિયમોને કારણે તેણે આ વાત બે અઠવાડિયા સુધી પોતાના દિલમાં છુપાવીને રાખી.સોની ટીવીના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું – દરેક મુશ્કેલીને પાર કર્યા પછી, પંજાબના એક નાનકડા ગામ ખાલરાથી આવેલા જસકરણ આ ગેમમાં 7 કરોડ રૂપિયાના સૌથી મોટા સવાલ પર પહોંચી ગયો છે.
જસકરણ જણાવે છે કે KBCમાં જવાના તેના પ્રયાસો 4 વર્ષથી સતત ચાલુ હતા. તેને ટેસ્ટમાં રિજેક્ટ કરવામાં આવ્યો હોત. પરંતુ તેણે આશા છોડી નહીં. આ વર્ષે તે કેબીસીના સ્ટેજ પર પહોંચ્યો હતો. ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ પસાર કર્યા પછી જ્યારે તે બિગ બીની સામે પહોંચ્યો ત્યારનો અહેસાસ જ અલગ હતો.વધુ એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં મેં આ જ્ઞાનના પ્લેટફોર્મ પરથી ઘણા લોકોને કરોડપતિ બનતા જોયા છે. પરંતુ દરેક વખતે એક પ્રશ્ન પર માત્ર સ્પર્ધકો જ નહીં પરંતુ દેશ અને આપણા બધાના શ્વાસ અટકી જાય છે અને તે છે 7 કરોડ રૂપિયાનો સવાલ.
આ પણ વાંચો : ભૂલથી પણ ન કરો આ 3 લોકો પર વિશ્વાસ, નહિતર થઈ જશો બરબાદ