ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ આવ્યો

  • કેટલાક વિસ્તારમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા
  • અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ
  • થોડાજ વરસાદે વલસાડ શહેરમાં પાણી ભરી દીધા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરમાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ છે. જેમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના દાણા બજાર, છીપવાડ અને ખેરગામ તાલુકાને જોડતા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. થોડાજ વરસાદે વલસાડ શહેરમાં પાણી ભરી દીધા છે.

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ RMCમાં બદલીઓ શરૂ 

પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા

પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. તેમજ પાણી ભરાતાં વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા હતા. તથા અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો છે. જેમાં આહવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના મોટાભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ આવ્યો છે.

અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ

ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં ઝરમરિયો વરસાદ તેમજ આહવા પંથકમાં બપોર બાદ વરસાદનુ આગમન થયુ છે. આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના વાંસદામાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. તેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે. નવસારીના ખેરગામ તાલુકા બાદ મેઘરાજાએ વાંસદા તાલુકામાં એન્ટ્રી કરી છે. જેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો છે. તેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને રાહત થઇ

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને રાહત થઇ છે. જેમાં વાંસદા પંથકના લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ત્યારે પાલિતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં પાલિતાણામાં સતત પાંચમાં દિવસે વરસાદ આવ્યો છે. તેમાં પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવમાં વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ છે.

Back to top button