ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય શૂટરે 18 બાળકો અને 3 શિક્ષકને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. 13 બાળકો, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, આ હુમલાખોર જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું કે, હુમલાખોર પોતાના વાહનમાંથી નીકળી સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઈફલ હતી.
President Biden has been briefed on the horrific news of the elementary school shooting in Texas and will continue to be briefed regularly as information becomes available.
— Karine Jean-Pierre (@PressSec) May 24, 2022
ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગની આ ઘટના કનેક્ટિકટમાં 2012માં થયેલા ફાયરિંગને મળતી આવે છે. કનેક્ટિકટના ન્યુટાઉનમાં સેન્ડી હૂક એલિમેન્ટરી હાઈસ્કૂલમાં 14 ડિસેમ્બર 2012ના રોજ 20 વર્ષીય યુવકે ગોળીબાર કર્યા હતા. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા અને જેમાં 20 બાળકો સામેલ હતા. આ અમેરિકાના ઈતિહાસનું સૌથી ભયાનક માસ શૂટિંગ હતું.
હુમલાખોર ઉવાલ્ડે હાઈસ્કૂલનો હતો પૂર્વ વિદ્યાર્થી
ટેક્સાસ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરનું પણ જવાબી કાર્યવાહીમાં મોત થયું છે. અંધાધૂંધ ગોળીબાર કરનારો આ હુમલાખોર પણ ઉવાલ્ડે હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યો હતો.