આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાનમાં 90 મિનિટમાં ભૂકંપના 21 આંચકા, હજારો ઘરોમાં વીજળી પુરવઠો ખોરવાયો

ટોક્યો (જાપાન), 01 જાન્યુઆરી 2024: જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે આવેલા ભૂકંપે ઘણી તારાજી સર્જી છે. 90 મિનિટમાં 4.0થી વધુની તીવ્રતા સાથે 21 ભૂકંપ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની મહત્તમ તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ ઉપરાંત, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા બાદ દેશના ઉત્તર-પશ્ચિમ તટીય વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરાઈ હતી. ભૂકંપ અને સુનામીને પગલે સ્થાનિકોને બીજા સુરક્ષિત સ્થળે સ્થાળાંતરિત કરવામાં આવી રહ્યા છે. એક પછી એક ભૂકંપ આવતાં 34,000 ઘરમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, મધ્ય જાપાનમાં ઘણા મુખ્ય હાઈવે બંધ પર મસમોટી તિરાડો પડી ગઈ છે.

રશિયન સમાચાર એજન્સી તાશના જણાવ્યા મુજબ, જાપાનની નજીક સ્થિત દેશના પશ્ચિમી દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં સુનામીનું જોખમ પેદા થયું છે. જાપાનના ઈશિકાવા પ્રાંતમાં હાઈ સ્પીડ રેલ સેવા સ્થગિત કરાઈ છે. આ ઉપરાંત ફોન અને ઈન્ટરેન્ટ નેટવર્ક પણ ઠપ થયા છે. ભૂકંપના કારણે રાજધાની ટોક્યોની ઘણી ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જાપાની એરલાઈન ANA એ ભૂકંપ પછી ટોયામા અને ઈશિકાવા એરપોર્ટ તરફ જતા ચાર વિમાનો પાછા ફર્યા. જાપાન એરલાઈન્સે આગળની સૂચના સુધી નિગાટા અને ઈશિકાવા વિસ્તારની તેની મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.

ભારતીય દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન સેવા શરૂ કરી

NHK પર પ્રસારિત એક વીડિયો સંદેશમાં, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે અધિકારીઓ ભૂકંપથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નાગરિકોએ ભૂકંપના સંભવિત આફ્ટરશોક્સ માટે તૈયાર રહેવાની જરૂર છે. પીએમ કિશિદાએ કહ્યું, ‘હું જે વિસ્તારોમાં સુનામીની સંભાવના છે તે વિસ્તારના લોકોને શક્ય તેટલી વહેલી તકે તે વિસ્તારથી ખસી જવા વિનંતી કરું છું.’ જાપાનમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. કોઈપણ સહાયતા માટે, ભારતીય નાગરિકો નીચેના ઈમરજન્સી નંબરો અને ઈમેલ આઈડીનો સંપર્ક કરી શકે છે.

તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા

આ ઉપરાંત, જાપાનમાં આવેલા ભયાનક ધરતીકંપના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ  થઈ રહ્યા છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, આ ભૂકંપે કેટલી હદે જાપાનમાં તારાજી મચાવી હતી.  લોકો પોતાનો જીવ બચાવવા ટેબલનો સહારો લેતા નજરે આવે છે.

આ પણ વાંચો: જાપાનમાં 7.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

Back to top button