2026 FIFA વર્લ્ડ કપની ફાઇનલ ન્યુ જર્સીમાં યોજાશે, 16 શહેરો ટુર્નામેન્ટની કરશે યજમાની


- ત્રણ દેશોના કુલ 16 શહેરો આ ગેમ્સનું આયોજન કરશે, જેમાં મોટાભાગની મેચો યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે
ન્યુ જર્સી, 5 ફેબ્રઆરી: FIFA વર્લ્ડ કપ 2026ની ફાઇનલ ન્યૂયોર્ક/ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે યોજાશે. FIFAના આયોજકોએ આ જાહેરાત રવિવારે કરી હતી. સમયપત્રક મુજબ, સ્પર્ધા 11 જૂને મેક્સિકો સિટીના પ્રતિષ્ઠિત એઝટેકા સ્ટેડિયમમાં શરૂ થશે. FIFAના પ્રમુખ જિયાન્ની ઇન્ફેન્ટિનોએ કહ્યું કે અત્યાર સુધીનો સૌથી વધુ સમાવેશી અને પ્રભાવશાળી FIFA વર્લ્ડ કપ કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સના 16 અત્યાધુનિક સ્ટેડિયમોમાં 104 મેચો રમાવા જઈ રહી છે.”
FIFA પ્રમુખે જણાવ્યું હતું કે એટલાન્ટા અને ડલ્લાસ સેમિફાઇનલની યજમાની કરશે જ્યારે ત્રીજા સ્થાનની રમત માયામીમાં રમાશે. ક્વાર્ટર ફાઇનલની રમતો લોસ એન્જલસ, કેન્સાસ સિટી, માયામી અને બોસ્ટનમાં રમાશે. ત્રણ દેશોના કુલ 16 શહેરો આ ગેમ્સનું આયોજન કરશે, જેમાં મોટાભાગની મેચો યુનાઇટેડ સ્ટેટ્સમાં જ યોજાશે.
🇺🇸 The #FIFAWorldCup 26 final is headed to New York New Jersey!#WeAre26
— FIFA World Cup (@FIFAWorldCup) February 4, 2024
- ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લેવા જઈ રહી છે, કુલ 104 મેચો રમાશે. 16 શહેરો આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.
16 શહેરોના નામ: એટલાન્ટા, બોસ્ટન, ડલ્લાસ, ગુઆડાલજારા, હ્યુસ્ટન, કેન્સાસ સિટી, લોસ એન્જલસ, મેક્સિકો સિટી, માયામી, મોન્ટેરી, ન્યુયોર્ક-ન્યુ જર્સી, ફિલાડેલ્ફિયા, સાન ફ્રાન્સિસ્કો બે એરિયા, સિએટલ, ટોરોન્ટો અને વાનકુવર.
આ પણ વાંચો: ભારતનો ઇંગ્લેન્ડ સામે 106 રનથી વિજય,સિરીઝ 1-1 થી બરાબર