ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2025 સુધીમાં ભારતમાં ભૂગર્ભ જળની ઓછી ઉપલબ્ધીનું ગંભીર સંકટ તોળાશે

Text To Speech

ભારતમાં સિંધુ-ગંગાના મેદાનના કેટલાક વિસ્તારો ભૂગર્ભ જળના ઘટાડાના જોખમના બિંદુને વટાવી ચૂક્યા છે અને સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશને 2025 સુધીમાં ભૂગર્ભજળની ઓછી ઉપલબ્ધતાના ગંભીર સંકટનો સામનો કરવો પડે તેવી ધારણા છે.  આ અંગેની ધારણા સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટમાં કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી-ઇન્સ્ટિટ્યુટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિક્યોરિટી (UNU-EHS) દ્વારા પ્રકાશિત અહેવાલ ‘ઈન્ટરકનેક્ટેડ ડિઝાસ્ટર રિસ્ક રિપોર્ટ 2023’ હાઈલાઈટ કરે છે કે વિશ્વ છ ઈકોલોજીકલ ટિપીંગ પોઈન્ટની જીક પહોંચી રહ્યું છે. જેમાં ભૂગર્ભ જળનો ઘટાડો, પર્વતીય હિમનદીઓનું પીગળવું, અવકાશ ભંગાર, અસહ્ય ગરમી અને અનિશ્ચિત ભવિષ્ય એમ કુલ છ બાબતોનો સમાવેશ થાય છે.

ભારતમાં લગભગ 70 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ કૃષિ માટે થાય છે. એટલે કે,  ભૂગર્ભ જળ દુષ્કાળને કારણે થતા કૃષિ નુકસાનને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે, રિપોર્ટ મુજબ જલભર  તેની ટોચ પર પહોંચી રહ્યા છે. સાઉદી અરેબિયા જેવા કેટલાક દેશો પહેલાથી જ ભૂગર્ભ જળના જોખમને પાર કરી ચૂક્યા છે. જ્યારે ભારત સહિત અન્ય દેશોએ પણ આ ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

ભારત વિશ્વમાં સૌથી વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ

ભારત વિશ્વમાં ભૂગર્ભ જળનો સૌથી મોટો વપરાશકાર છે, જે અમેરિકા અને ચીનના સંયુક્ત ઉપયોગ કરતાં વધુ છે. ભારતનો ઉત્તર-પશ્ચિમ વિસ્તાર દેશની 1.4 અબજની વધતી જતી વસ્તી માટે વરદાનરૂપ છે. વરદાનરૂપ એટલા માટે છે કે, પંજાબ અને હરિયાણા દેશના 50% ચોખા અને 85% ઘઉંનું ઉત્પાદન કરે છે. જો કે, પંજાબમાં 78% કૂવાઓ દ્વારા પાણી મેળવવા આવે છે. આ કારણસર સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં 2025 સુધીમાં ભૂગર્ભજળનું સ્તર ગંભીર રીતે નીચું રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો: “પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં

Back to top button