ધર્મ

2023 સિંહ રાશિ માટે લાવશે શુભ ફળઃ અણધાર્યો થશે ધનલાભ

Text To Speech

વર્ષ 2023માં રાહુ ઓક્ટોબર 2023 સુધી મેષમાં રહેશે અને ત્યારબાદ 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરના સમયે વક્રી અવસ્થામાં મીન રાશિમાં ગોચર કરશે. નવા વર્ષમાં રાહુની ચાલ સિંહ રાશિના જાતકો માટે ખુબ જ મહત્ત્વપુર્ણ રહેશે. આ વર્ષે રાહુ તમારા ધર્મ, પિતા અને પૈતૃક સંપતિના ભાવમાં રહેશે અને મિક્સ પરિણામો આપશે. 2023માં રાહુ સિંહ રાશિના જાતકો પર પ્રભાવ પાડશે.

2023 સિંહ રાશિ માટે લાવશે શુભ ફળઃ અણધાર્યો થશે ધનલાભ hum dekhenge news

આર્થિક સ્થિતિ કેવી રહેશે?

આર્થિક દ્રષ્ટિએ રાહુની ચાલ તમારા માટે સારી દેખાઇ રહી છે. વિદેશથી રુપિયા, પૈસા આવશે. આયાત નિકાસના કામમાં પણ લાભ દેખાશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપતિના પણ યોગ છે. પિતાનો સહયોગ મળી શકે છે. કોઇ પણ સામાજિક, પ્રતિષ્ઠિત વ્યક્તિથી લાભ મળવાની શક્યતાઓ છે.

2023 સિંહ રાશિ માટે લાવશે શુભ ફળઃ અણધાર્યો થશે ધનલાભ hum dekhenge news

કરિયર અને વ્યવસાયમાં લાભ

સરકારી નોકરીમાં કાર્યરત લોકો માટે આ વર્ષ રાહુ અનુકુળ રહેશે. કોઇ કોમ્પિટીશનની તૈયારમાં જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. મોટા પદ પર વિરાજમાન કોઇ વ્યક્તિથી લાભ મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ભાગ્યોદય થશે. જીવનમાં અચાનક પરિવર્તન આવશે. અશક્ય લાગતા કામ ઝડપથી થશે, જોકે બનેલા કામ બગડે તેવું પણ બની શકે છે. વિદેશયાત્રાના યોગ છે.

2023 સિંહ રાશિ માટે લાવશે શુભ ફળઃ અણધાર્યો થશે ધનલાભ hum dekhenge news

દર અમાસે ઓમ નમો ભગવતે વાસુદેવાયઃ મંત્રનો જાપ કરો

સિંહ રાશિના જાતકોના આરોગ્યની વાત કરીએ તો તેમને માથાનો દુખાવો, માઇગ્રેન અને કાન સાથે જોડાયેલી સમસ્યાઓ આખુ વર્ષ પરેશાન કરી શકે છે. જોકે તમારી ઓવરઓલ હેલ્થ સારી રહેશે. દરેક રવિવારે આદિત્ હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. દરેક અમાસના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયઃ મંત્રનો જાપ કરો. તમારા જીવનમાં દરેક સમસ્યાઓ જાતે જ દુર થઇ જશે.

આ પણ વાંચોઃ બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે

Back to top button