ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ

Text To Speech

ગુજરાતની સૌથી મોટી રોકાણકારોની સમિટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આ વર્ષે પણ રદ્દ થઈ શકે છે. આ વર્ષે ભારત G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેની કેટલીક બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે. તેથી આ વર્ષે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ફેબ્રુઆરીમાં યોજાનારી આ સમિટ દરમિયાન કેન્દ્ર સરકાર ગુજરાતમાં કેટલીક મહત્વપૂર્ણ જી-20 બેઠકો યોજવાનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારમાં કોંગ્રેસ વિપક્ષ બને તો વિરોધપક્ષના આ નેતા થયા ફાઇનલ

વર્ષ 2023ની વાઈબ્રન્ટ સમિટ પણ રદ્દ થઈ

વર્ષ 2003માં શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટને દર બે વર્ષે યોજાતી મુખ્ય ઉદ્યોગ પરિષદ ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં નવ વખત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ ચૂકી છે. 2022માં જ્યારે 10મી સમિટ યોજાવાની હતી. ત્યારે તેના માટે મેગા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ-વિદેશના મહાનુભાવોને આમંત્રિત કરવાની યોજના બનાવવામાં આવી હતી. કેટલાક સ્થળોએ, કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવા છતાં, અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકારે સમિટ રદ કરી હતી. દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે જી-20 સમિટને કારણે વર્ષ 2023ની વાઈબ્રન્ટ સમિટ પણ રદ્દ થઈ શકે છે.

આ પણ વાંચો: પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે

રાજ્ય સરકારે કોરોનાના કારણે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખી હતી

આ વર્ષે દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવામાં આવી હતી. જેમાં 2023માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ હવે રદ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે 2022માં તારીખ 10મી જાન્યુઆરીથી ગુજરાતના ગાંધીનગર ખાતે દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. અને આ સમિટમાં PM નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ દેશમાં તેમજ રાજ્યમાં જે પ્રમાણે કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા તેને ધ્યાનમાં લેતા સરકારે વાયબ્રન્ટ સમિટ 2022 મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો.

Back to top button