આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ

2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને ફાળે

Text To Speech

 2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને એનાયત કરવાની જાહેરાત નોબેલ સમિતિ દ્વારા આજે કરવામાં આવી હતી. હંગેરીનાં વિજ્ઞાની કેથલિન કેરિકો તથા અમેરિકના વિજ્ઞાની વિઝમેનને કોવિડ-19ની રસી વિકસાવવામાં મદદરૂપ થનાર તેમના mRNA સંશોધન આ વર્ષનું નોબેલ સંયુક્તપણે આપવાની જાહેરાત સોમવારે બીજી ઑક્ટોબરે કરવામાં આવી છે.
નોબેલ પારિતોષિક પસંદગી સમિતિએ તેમના સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાહેરાત કરી હતી.

કેરિકો 2022 સુધી બાયોએનટેક ખાતે સિનિયર વાઇસ-પ્રેસિડેન્ડ તથા આરએનએ પ્રોટીન રિપ્લેસમેન્ટ વિભાગના વડા હતાં. હવે તેઓ એ જ કંપનીના સલાહકાર તરીકે કામગીરી કરે છે. તેઓ હંગેરીમાં યુનિવર્સિટી ઑફ ઝેગ ખાતે પ્રોફેસર પણ છે. ઉપરાંત યુનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયાની પેરેલમન સ્કૂલ ઑફ મેડિસિન ખાતે પણ અધ્યાપન કાર્ય કરે છે.
વિઝમનની સાથે કામગીરી દરમિયાન 2005માં તેમણે mRNA ના જિનેટિક કોડમાં રહેલા ન્યૂક્લિઓસાઇડમાં ફેરફાર થતા હોવાનું ઇમ્યુન સિસ્ટમના રડારમાં જોયું હતું. ત્યારબાદ બંનેએ સાથે મળીને સંશોધન ચાલુ રાખ્યું અને છેવટે જે તારણો મળ્યાં તે કોવિડ-19ની રસી બનાવવામાં સૌથી મહત્ત્વનાં સાબિત થયા.

આ પણ વાંચોઃ ધ વેક્સિન વૉરઃ વિજ્ઞાનીઓનો સંઘર્ષ દર્શાવતી ફિલ્મ ડબ્બો થઈ જશે?

Back to top button