ટ્રેન્ડિંગધર્મ

2023નું લગ્નનું છેલ્લું મુહૂર્ત 15 ડિસેમ્બર, કેમ લાગે છે માંગલિક કાર્યો પર બ્રેક

Text To Speech
  • ધર્મ શાસ્ત્રો અનુસાર, કમુરતા દરમિયાન વિવાહ, મુંડન વગેરે કાર્યો પર બ્રેક લાગી જાય છે. દેવઉઠી એકાદશીના દિવસે ચતુર્માસ સમાપ્ત થયા બાદ માંગલિક કાર્યો શરૂ થઇ ગયા હતા. પરંતુ 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઈ રહ્યાં છે

હિન્દુ ધર્મમાં માંગલિક કાર્યો કરતાં પહેલાં કુંડળી મેળવવાની સાથે-સાથે ગુરુ અને શુક્રની સ્થિતિ પણ જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન અને મીન રાશિમાં જ્યારે ગ્રહોના રાજા સૂર્ય પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ દોષ લાગે છે. તેને કમુરતા પણ કહેવાય છે. આ દોષમાં કોઇપણ પ્રકારના માંગલિક અને શુભ કામ કરવાની મનાઈ હોય છે. ધર્મ શાસ્ત્રો અનુસાર, કમુરતા દરમિયાન વિવાહ, મુંડન વગેરે કાર્યો પર બ્રેક લાગી જાય છે. દેવઉઠી એકાદશીના દિવસે ચતુર્માસ સમાપ્ત થયા બાદ માંગલિક કાર્યો શરૂ થઇ ગયા હતા. પરંતુ 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઈ રહ્યાં છે, જે નવા વર્ષે 2024 સુધી ચાલશે.

ક્યારથી શરૂ થઇ રહ્યા છે કમુરતા?

હિન્દુ પંચાંગ મુજબ, 16 ડિસેમ્બરે, સૂર્ય બપોરે 03.47 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, કમુરતા 16 ડિસેમ્બરથી શરૂ થશે, જે એક મહિના સુધી ચાલશે અને 15 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. 16 ડિસેમ્બર, 2023 થી કોઈ પણ પ્રકારના શુભ કાર્યો જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, નવ પ્રતિષ્ઠાન, વધુ પ્રવેશ, મુંડન-છેદન, યજ્ઞોપવિત થઈ શકશે નહીં.

2023નું લગ્નનું છેલ્લુ મુહુર્ત 15 ડિસેમ્બર, કેમ લાગે છે માંગલિક કાર્યો પર બ્રેક hum dekhenge news

કમુરતા શું છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમુરતા વર્ષમાં બે વાર આવે છે. જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન અથવા મીનમાં પ્રવેશ કરે છે, ત્યારે કમુરતા (ખરમાસ) લાગે છે. કમુરતામાં, સૂર્ય ગુરુના ઘરમાં પહોંચતાની સાથે જ પોતાનું તેજ ઘટાડી દે છે, જેના કારણે પૃથ્વી પર સૂર્યનું ઓછું તેજ પહોંચે છે. જેના કારણે લોકો શુભ કાર્યો પર રોક લગાવી દે છે.

વર્ષ 2024ના લગ્નના મુહૂર્ત

જાન્યુઆરી 2024માં 16મી જાન્યુઆરી પછી ઘણા વિવાહ મુહૂર્ત છે. જાન્યુઆરીમાં શુભ વિવાહ મુહૂર્ત 18, 20, 21, 22, 27, 28, 30 અને 31 છે. ફેબ્રુઆરીમાં 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 25, 26, 27 નાં મુહૂર્ત છે.

આ પણ વાંચોઃ 31 ડિસેમ્બરે ગુરુ બદલશે ચાલ, જાણો કઈ રાશિનું બદલાશે ભાગ્ય?

Back to top button