ધર્મવિશેષ

વર્ષ-2023માં કેતુ રહેશે ભારે : દરેક વ્યક્તિ કરે આ કામ, અશુભ ફળ રહેશે દૂર

Text To Speech

વર્ષ 2023નો મુળાંક 7 છે. અંક જ્યોતિષમાં 7 મુળાંકનો સ્વામી કેતુ છે. કેતુના કારણે આ નવુ વર્ષ વિચિત્ર થઇ શકે છે. નવા વર્ષમાં કેતુના કારણે એવી ઘટનાઓ પણ થઇ શકે છે, જે બધાને હેરાન કરી દે. કેતુનો સંબંધ વાઇરલ રોગો સાથે પણ છે. નવા વર્ષમાં 2023માં રોગોથી વિશ્વ સ્તરે જન-ધનની હાનિનો સંયોગ બની રહ્યો છે. આવા સંજોગોમાં નવુ વર્ષ 2023ને શુભ બનાવવા માટે તમામ રાશિના લોકો માટે કેટલાક ઉપાય જણાવાયા છે. આ ઉપાયોથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને કેતુના અશુભ પ્રભાવોમાંથી પણ મુક્તિ મળશે.

આ મંત્રનો કરો જાપ

આ વર્ષને મંગળમય બનાવવા માટે ભગવાન કૃષ્ણની નાગ પર નાચતી પ્રતિમાને દરરોજ જુઓ અને પુજન કરો. પુજામાં ‘ॐ નમો ભગવતે વાસુદેવાયઃ’ મંત્રનો જાપ કરો. તેના બીજ મંત્રનો પણ જાપ કરો. આમ કરવાથી નવા વર્ષના જેટલા દુષ્પ્રભાવ છે તેમાંથી મુક્તિ મળશે.

2023 છે કેતુનુ વર્ષઃ દરેક વ્યક્તિ કરે આ કામ, અશુભ ફળ રહેશે દુર hum dekhenge news

કાળભેરવની પુજા કરો

નવા વર્ષને લાભકારી બનાવવા માટે અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે કાળ ભેરવજીની પુજા જરૂર કરો. તેમને કેળના પત્તા પર ભાતનો ભોગ ધરાવો. શ્રી ભેરવ ચાલીસાનો પાઠ કરો. આ સાથે પીપળાના ઝાડની પરિક્રમા કરીને નાગ મુર્તિની પણ પુજા કરો. આમ કરવાથી કેતુ શાંતિ આપશે.

ભગવાન ગણેશની પુજા કરો

નવા વર્ષ 2023ને લાભદાયક બનાવવા માટે પીપળાને જળ ચઢાવો અને પીપળા નીચે કુતરાને મીઠી રોટલી ખવડાવો. સાથે સાથે રોજ ગણેશજીની પુજા કરો. 21 દુર્વા દળ અર્પિત કરો. પુજા બાદ ગણેશ દ્વાદશ નામના સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી કેતુ શાંત રહેશે.

2023 છે કેતુનુ વર્ષઃ દરેક વ્યક્તિ કરે આ કામ, અશુભ ફળ રહેશે દુર hum dekhenge news

આ ઉપાયો પણ કરો

કેતુ છાયા ગ્રહ છે, જે ભૌતિક રીતે પોતાનો પ્રભાવ બતાવે છે. નવા વર્ષ પર અશુભ પ્રભાવથી બચવા માટે બેરંગી કુતરાને રોટલી ખવડાવો અને ગાયને ઘાસ ખવડાવો. જો કોઇ વ્યક્તિ કુતરુ પાળે તો તે સારુ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં કેતુ શાંત રહે છે અને પરિવારમાં પ્રેમની ભાવના વધે છે. આઠ મંગળવાર સુધી કોલસાના આઠ ટુકડાને પાણીમાં પ્રવાહિત કરી દો. કીડીઓને લોટ ખવડાવો. કોઢી, નેત્રહીન અને અપંગ વ્યક્તિઓને દાન કરો. આમ કરવાથી જીવનની તકલીફો દુર થશે.

આ પણ વાંચોઃ એવી તો શું છે ભવિષ્યવાણી જેનાથી જોશીમઠના લોકોને લાગી રહ્યો છે ડર ?

Back to top button