ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારની આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક રૂ.20,000

Text To Speech
  • ગુજરાત સરકાર 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે
  • જ્ઞાન સાધના પ્રખરતા કસોટીની 11 જૂનના રોજ પરીક્ષા લેવાશે
  • આજથી 26 મે સુધી વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના રહેશે

જ્ઞાન સાધના પ્રખરતા કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 11 જૂનના રોજ પરીક્ષા લેવાશે. તેમાં સરકારે ગઈકાલે જ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. જેમાં પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. તથા આજથી 26 મે સુધી વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું 

ગુજરાત સરકાર 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે

ગુજરાત સરકાર 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. ગુજરાત સરકારની નવી સ્કોલરશીપ યોજના જાહેર થઇ છે. જેમાં સ્કોલરશીપની રકમ સીધી બેંક ખાતામાં જમા થશે. તેમજ લાભ લેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે બુધવારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે. વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી હતી જે અંતર્ગત યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. પરીક્ષામાં મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત: આ જિલ્લામાં જંત્રીના સર્વે માટે તંત્ર સજ્જ થયુ, જમીનધારકોને ફાયદો 

ધો. 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂ. 20,000 મળશે

સરકારે કરેલી જાહેરાત મુજબ દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો. 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂ. 20,000 મળશે. આ ઉપરાંત 11-12ના અભ્યાસક્રમ દરમ્યાન વાર્ષિક રૂ. 25,000ની સ્કોલરશીપ આપવા નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશીપની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશીપ લેવા માંગે છે તેમને પહેલા પરીક્ષા આપવી પડશે અને મેરીટના આધારે તેમને સ્કોલરશીપ અપાશે અને તે રકમ સીધી જ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.

Back to top button