આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

દાણચોરીથી દેશમાં આવ્યું 2,000 કિલો સોનું, નેપાળ-બાંગ્લાદેશ જોતા રહ્યા

  • ક્રૂડ ઓઈલ પછી ભારતનું સૌથી વધુ આયાત બિલ સોનાનું છે
  • ગયા વર્ષે 3,800 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું

નવી દિલ્હીઃ ભારત વિશ્વના સૌથી મોટા સોનાની આયાત કરનાર દેશોમાંથી એક છે. પરંપરાગત રીતે ભારતમાં સોનાને સુરક્ષિત રોકાણ પદ્ધતિ ગણવામાં આવે છે. તહેવારોની મોસમમાં અથવા લગ્ન દરમિયાન તેને ખરીદવું અને તેને ભેટ તરીકે આપવું શુભ માનવામાં આવે છે. તાજેતરમાં સોનાની કિંમતો ખૂબ જ ઝડપથી વધી છે.ત્યારે દેશમાં 2,000 કિલો સોનું ચોરીથી આવ્યું છે.

વિશ્વમાં સોનાના વપરાશમાં ભારત મોખરે છે. ભારત તેને જરૂરી લગભગ તમામ સોનાની આયાત કરે છે. અહીં રોકાણની સાથે જ જ્વેલરીમાં પણ મોટા પ્રમાણમાં સોનાનો વપરાશ થાય છે. સોનાના ભાવ ઘણીવાર મહિલાઓમાં ચર્ચાનો વિષય બને છે. દેશમાં હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર જાણવા મળ્યા છે કે દેશની અંદર 2000 કિલો સોનું ચોરીથી આવ્યું છે.

2022માં ભારતે 35 અબજ ડોલરની કિંમતના સોનાની આયાત કરી હતી. ભારતીય ચલણમાં આ કિંમત 2,91,060 કરોડ રૂપિયા થાય છે. ક્રૂડ ઓઈલ (પેટ્રોલિયમ) પછી ભારતનું સૌથી વધુ આયાત બિલ સોનાનું છે. સોનાની આયાત ઘટાડવા માટે સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ જેવી યોજના પણ બહાર પાડી છે.પરંતુ સ્થિતિ એવી છે કે માંગને પહોંચી વળવા માટે દેશમાં સોનાની દાણચોરી પણ મોટા પાયે થાય છે.

ચોરીમાંથી 2,000 કિલો સોનું ઝડપાયું

દેશમાં સોનાની દાણચોરી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ દરમિયાન વધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે આ વર્ષે 2,000 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પકડાયેલા દાણચોરી કરતાં 43 ટકા વધુ છે.

ગયા વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બરમાં 1400 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં સરકાર દ્વારા લગભગ 3,800 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સંજય કુમાર અગ્રવાલનું કહેવું છે કે આ વર્ષે સોના પર ટેક્સ અને ડ્યૂટીમાં કોઈ ફરક નથી આવ્યો. પરંતુ આ દાણચોરીનું કારણ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સોનાની વધતી કિંમતો હોઈ શકે છે.

બાંગ્લાદેશ અને નેપાળ જોતા રહ્યા

આટલું બધું સોનું દાણચોરી કરીને એટલે કે ગુપ્ત રીતે ભારતમાં પહોંચ્યું અને તે બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોના અધિકારીઓ દ્વારા પણ પકડાયું ન હતું. સંજય કુમાર અગ્રવાલ કહે છે, ભારતમાં સોનાની દાણચોરી મુખ્યત્વે મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશની જમીન સરહદ દ્વારા થાય છે. ડીઆરઆઈના 2021-22ના અહેવાલ મુજબ ભારતમાં સોનાની દાણચોરી સોનાની આયાત પર લાદવામાં આવતી ડ્યૂટી અને સોનાની માંગ પર આધારિત છે.

હાલમાં દેશમાં સોના પર 12.5 ટકા કસ્ટમ ડ્યુટી છે. તેની આયાત પર 2.5 ટકાના દરે કૃષિ સેસ અને 3 ટકાનો IGST વસૂલવામાં આવે છે. આ રીતે સોનાની આયાત પર કુલ 18.45 ટકા ટેક્સ લાગે છે. તેમજ છૂટક વેચાણ ગ્રાહકોએ અન્ય કર ચૂકવવા પડે છે.

 આ પણ વાંચો, તમામ પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, NCERT પેનલે આપી મંજૂરી

Back to top button