વિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

200 મિલિયન પ્રકાશવર્ષ દૂર બ્લેક હોલમાં જોવા મળી અનોખી હલચલ,સાંભળો અવાજ

Text To Speech

અમેરિકા સ્થિત નાસાએ એક વિડિયો જાહેર કર્યો છે.જેમાં નાસાએ જાહેર કરેલા વિડિયો માં બ્લેક હોલનો અવાજ સંભળાઈ રહ્યો છે. પહેલા માનવામાં આવતું હતું કે અવકાશમાં કોઈ પણ કોઈ પણ પ્રકારનો અવાજ આવી નથી રહ્યો. તેમજ બ્લેક હોલમાંથી પણ કોઈ પ્રકારનો અવાજ આવતો નથી. પરંતુ એવું નથી. આકાશગંગામાં ઘણા પ્રકારના વાયુઓ છે, જેના ઘર્ષણથી અવાજ ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ તેની નોંધ કરી છે.

બ્લેક હોલનો સંભળાયો અવાજ નાસાએ ટ્વીટ કરીને આપી જાણકારી

બ્લેક હોલ મૂંગા નથી. તેમજ ગેલેક્સીમાં ફરતા વાયુઓ પણ મૂંગા નથી. જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે. ત્યારે ઘર્ષણ દ્વારા અવાજ ઉત્પન્ન થતો હોય છે.  જે ખૂબ જ ડરામણી અવાજ હોય છે.શૂન્યાવકાશમાં ઉત્પન્ન થતો અવાજ માત્ર તરંગોમાં જ ફરતો નથી. એટલા માટે તે સાંભળી શકાતું નથી.

2001: A Space Odyssey ની હોલિવુડ ની ફિલ્મ માં જોવા મળ્યો હતો અવાજ

આ અવાજ એ હોલીવુડની મૂવી 2001: A Space Odyssey ના અંતમાં જે રીતે સંભળાય છે,તેવો જ સંભળાય રહ્યો છે. આ અવાજ એ ભૂતિયા મૂવીના સાઉન્ડટ્રેક જેવું છે. અમેરિકા સ્થિત નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 200 મિલિયન પ્રકાશ વર્ષ દૂર બ્લેક હોલનો અવાજ રેકોર્ડ કર્યો છે.

બ્લેક હોલને માનવામાં આવે છે અવકાશનો શેતાન

બ્લેક હોલને અવકાશનો શેતાન કહેવામાં આવે છે કારણ કે તે તેમની અંદરની કોઈપણ વસ્તુને શોષી લે છે.નાસાએ જણાવ્યું કે આ બ્લેક હોલ પર્સિયસ ગેલેક્સી ક્લસ્ટરમાં હાજર છે. આ આકાશગંગા પોતે 11 મિલિયન પ્રકાશ વર્ષ પહોળી છે. તે ગરમ વાયુઓના ઘણા જૂથો ધરાવે છે. આ આકાશગંગા પોતે જ વાયુઓનો મોટો વાદળ છે. વિજ્ઞાનીઓ બ્લેક હોલનો અવાજ કેવી રીતે રેકોર્ડ કરે છે તે અહીં છે. કારણ કે શૂન્યાવકાશમાં કોઈ કંપન નથી. આવી સ્થિતિમાં અવાજની તરંગ સર્જાય છે પરંતુ તે સંભળાતી નથી. એટલા માટે મોટાભાગના લોકો માને છે કે અવાજ અવકાશમાં મુસાફરી કરતો નથી.

બ્લેક હોલ
બ્લેક હોલ

નાસાએ બ્લેક હોલનો કર્યો અવાજ રેકોર્ડ

બ્લેક હોલની આસપાસ રહેલા વાયુઓએ નાસાના વૈજ્ઞાનિકોને તેનો અવાજ રેકોર્ડ કરવામાં મદદ કરી. તેણે એકદમ અદ્ભુત અવાજ રેકોર્ડ કર્યો હતો . પર્સિયસ ગેલેક્સીમાં બ્લેક હોલ અવકાશના શૂન્યાવકાશથી દૂર છે.કારણ કે તે ગરમ વાયુઓથી ઘેરાયેલું છે. એટલે કે, અવાજ અહીં જન્મે છે. અને મુસાફરી કરી શકે છે. વૈજ્ઞાનિકોએ ફક્ત તે ગરમ વાયુઓના મોજાઓ પર ધ્યાન આપવું પડ્યું. જેથી તેને રેકોર્ડ કરી શકાય કારણ કે માનવ કાન તરંગો દ્વારા અવાજ સાંભળી શકાય છે.

આ પછી, વૈજ્ઞાનિકોએ બ્લેક હોલમાંથી રેકોર્ડ કરેલા અવાજનું માપ પણ કાઢ્યું હતું. તમે જે બ્લેક હોલનો હાલ સાંભળી રહ્યા છો તેની મૂળ આવર્તન કરતા 1440 લાખ કરોડથી 2880 લાખ કરોડ ગણી વધુ ફ્રીક્વન્સીમાં સંભળાઈ રહ્યો છે. તો આ અવાજ આપણા સુધી પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરવી પડી હશે. નાસાએ બ્લેક હોલનો અવાજ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેથી લોકો તેને સાંભળી શકે.

Back to top button