ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

‘પાકિસ્તાનમાં 200 બિલાડીઓ…’ વસીમ અકરમે સંભળાવ્યો રમૂજી કિસ્સો, જૂઓ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 12 નવેમ્બર: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમને કોઈ પરિચયની જરૂર નથી. હાલમાં તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં તે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં ઘણીવાર જોવા મળતા હતા. છેલ્લી ODI મેચમાં, તેમણે તેમના સાથી કોમેન્ટેટર્સ સાથે વાતચીત દરમિયાન એક રમુજી વાર્તા શેર કરી. તેમણે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં તેની બિલાડીના વાળ કપાવીને તે કેટલા છેતરાઈ ગયા.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Triple M Cricket (@triplemcricket)

ક્રિકેટર સંભળાવ્યો રમૂજી કિસ્સો

58 વર્ષીય ક્રિકેટરે જણાવ્યું કે, કેવી રીતે તેણે ઓસ્ટ્રેલિયામાં તેની પાલતુ બિલાડી લીઓની ગ્રુમિંગ માટે લગભગ $1000 ખર્ચ્યા હતા. એટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે, આટલા રૂપિયાથી તેઓ પાકિસ્તાનમાં લગભગ 200 બિલાડીઓ ખરીદી શક્યા હોત. અકરમના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર તેના સાથી કોમેન્ટેટર ખડખડાટ હસી પડ્યા.

વાતચીત દરમિયાન તેમણે તેના સાથીદારોને બિલ પણ બતાવ્યા. ગ્રુમિંગ દરમિયાન, તબીબી તપાસ માટે 105 ઓસ્ટ્રેલિયન ડોલર, એનેસ્થીસિયા માટે 305 અને વાળ કાપવા માટે 40 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડ્યા હતા. આ સિવાય બિલાડીની સંભાળ માટે $120 લેવામાં આવ્યા હતા અને કાર્ડિયો ટેસ્ટ માટે $251 લેવામાં આવ્યા હતા.

વસીમ અકરમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

વસીમ અકરમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરવામાં આવે તો, તે પાકિસ્તાન માટે 104 ODI અને 356 ODI મેચ રમવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન, તેમણે 181 ટેસ્ટ ઇનિંગ્સમાં 23.62ની એવરેજથી 414 રન અને 351 વનડે ઇનિંગ્સમાં 23.53ની એવરેજથી 502 રન બનાવ્યા.

વસીમ અકરમના બેટિંગ પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેમણે ટેસ્ટની 147 ઇનિંગ્સમાં 22.64ની એવરેજથી 2898 રન બનાવ્યા છે અને ODIની 280 ઇનિંગ્સમાં 16.52ની એવરેજથી 3717 રન બનાવ્યા છે. અકરમના નામે ટેસ્ટમાં એક બેવડી સદી, ત્રણ સદી અને સાત અડધી સદી છે. વનડેમાં તેણે છ અડધી સદી ફટકારી છે.

આ પણ જૂઓ: પાક.ને અવળચંડાઇ નડશે! ચેમ્પિયન્સ ટ્રોફી હવે આ દેશમાં ખસેડવાની તૈયારી

Back to top button