ગુજરાત

અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ

Text To Speech
  • આરોપીની સામે દયા ન દાખવી શકાય – કોર્ટ
  • સમીલા સગીર હોવાને કારણે લગ્ન થઇ શકે તેમ ન હતા
  • સગીરાને લગ્નની લાલચ આપી વિશાલ કરેડે કૃત્ય આચર્યું

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યા બાદ જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપી વિશાલ ઉદેવીર કરેડને સ્પે. પોકસો કોર્ટના જજ જે.કે.પ્રજાપતિએ ગુનેગાર ઠરાવીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી

આરોપીની સામે દયા ન દાખવી શકાય – કોર્ટ

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીને સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આખો કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, ગંભીર પ્રકારનો કેસ છે ત્યારે આરોપીની સામે દયા ન દાખવી શકાય. સમાજમાં આ પ્રકારના બનાવો વાંરવાર બની રહ્યા હોય ત્યારે આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. સાબરમતી વિસ્તારમાં 19 વર્ષીય વિશાલ ઉદેવીર કરેડ પરિવાર સાથે રહેતો હતો. તેની પાડોશમાં જ રહેતી 17 વર્ષીય સમીલા (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) સાથે પ્રેમ સબંધ બંધાઇ ગયો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલનુ મેડિકલ બુલેટિન જાહેર

સમીલા સગીર હોવાને કારણે લગ્ન થઇ શકે તેમ ન હતા

જો કે,સમીલા સગીર હોવાને કારણે લગ્ન થઇ શકે તેમ ન હતા. તેથી તકનો લાભ લઇ 7 માર્ચ 2021ના રોજ વિશાલ સમીલાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. આ મામલે સમીલાના પરિવારે ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિશાલને પકડી લીધો હતો. આ કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ 11 સાક્ષીઓ તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે. સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ.

Back to top button