20 વર્ષની રશેલ ગુપ્તાએ ભારત માટે પહેલી વાર જીત્યો મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ


- રશેલ ગુપ્તાએ ફાઈનલમાં ફિલિપાઇન્સની બ્યુટી ક્વીનને હરાવીને આ જીત હાંસલ કરી છે. રશેલ 20 વર્ષની છે અને તે પંજાબના જલંધરની રહેવાસી છે
HD ન્યુઝ ડેસ્કઃ 20 વર્ષની ભારતીય મોડલ રશેલ ગુપ્તાએ ભારતને ગૌરવ અપાવ્યું છે. તેણે થાઈલેન્ડના બેંગકોકમાં આયોજિત મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ (MGI), 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. રશેલ આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. આ સૌંદર્ય સ્પર્ધા 25 ઓક્ટોબરના રોજ બેંગકોકમાં યોજાઈ હતી.
મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, જે પ્રથમ વખત કોઈ ભારતીયે જીતી છે. રશેલ આ સૌંદર્ય સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય તેમજ સમગ્ર એશિયામાંથી ત્રીજી સુંદરી છે.
View this post on Instagram
રશેલ ગુપ્તાએ ફાઈનલમાં ફિલિપાઇન્સની બ્યુટી ક્વીનને હરાવીને આ જીત હાંસલ કરી છે. રશેલ 20 વર્ષની છે અને તે પંજાબના જલંધરની રહેવાસી છે. આ પહેલા તેણે 2022માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ પણ જીત્યો હતો. આ પહેલા ઝીનત અમાને 1970માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.
View this post on Instagram
રશેલ જલંધરમાં ઉછરી અને ભણી છે. તેની હાઈટ 5.10 ફઈટ છે. હિંદી, અંગ્રેજી અને પંજાબી બોલવામાં તે સક્ષમ છે. ઈન્સ્ટાગ્રામ પર તે અનેક બ્યુટી બ્રાન્ડ્સ માટે કામ કરે છે.તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.
આ પણ વાંચોઃ મહિલાને ફિલ્મમાં પથ્થર માર્યો તો ફેન્સને સરપ્રાઈઝ આપવા સિનેમાઘર ગયેલા અભિનેતા પર તૂટી પડી આંટી! જૂઓ વીડિયો