ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનવરાત્રિ-2022

દશેરાએ ફાફડા-જલેબીનો સ્વાદ ફિક્કો, ભાવમાં 20થી 30 ટકાનો વધારો

Text To Speech

દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ફાફડા-જલેબીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 500થી 1000 રૂપિયા સુધી છે.

અમદાવાદમાં કેટલા ભાવ ?

અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. માર્કેટમાં હાલ 1 કિલો ફાફડાનો ભાવ 600 થી લઈને 1000 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. તો પ્રતિ કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા સુધી થયો છે. આ ભાવ વધારા વચ્ચે પણ ગુજરાતીઓ ફાફડા-જલેબીનો સ્વાદ માણે છે.

સુરતમાં કેટલા ભાવ ?

દશેરાના દિવસે સુરતીઓ આ વર્ષે કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. સુરતમાં ભાવ પર એક નજર કરીએ તો, ફાફડામાં રૂપિયા 40 નો વધારો થયો છે. ભાવ વધારા સાથે ફાફડાનો નવો ભાવ 480 રૂપિયા છે. તો જલેબીમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જલેબીનો નવો ભાવ 500 રૂપિયા કિલો છે. આ ભાવ વધારા વિશે સુરતના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે તેલ, ઘી, ખાંડ, ચણાના લોટના ભાવમાં વધારો થયો છે. તેથી ફાફડા-જલેબી પણ મોંઘા થયા છે. જેને કારણે આ વર્ષે એડવાન્સ ઓર્ડર પણ ઓછા મળ્યાં છે.

સુરતમાં ઘારીના ભાવ

માવાની ઘારી -740 રૂપિયા કિલો
બદામ-પિસ્તા ઘારી – 800 રૂપિયા કિલો
કેસર બદામ પિસ્તા ઘારી – 840 રૂપિયા કિલો
પિસ્તા ઘારી – 920 રૂપિયા કિલો
ડ્રાયફ્રુટ ઘારી – 1000 રૂપિયા કિલો

સુરતમાં આ વખતે ઘારીના શું ભાવ ?

દશેરાની સાથે સુરતમાં ચાંદની પડવાને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પણ સુરતમાં શરદ પૂનમે કરોડો રૂપિયાની ઘારી ખવાશે. ફાફડા-જલેબીની સાથે આ વર્ષે ઘારીના ભાવમાં પણ વધારો થયો છે. સુરતની ઘારી તો વિદેશો માટે પણ પાર્સલ થાય છે. સુરતની ઘારી દર વર્ષે દુબઈ, અમેરિકા, લંડન, કેનેડામાં જતી હોય છે. આ માટે સુરતના મીઠાઈના વેપારીઓ હવે નવી ટેકનોલોજીથી ઘારી પેકિંગ કરી રહ્યાં છે. જેથી તે વહેલી બગડે નહિ. આ વર્ષે એમએપી ટેકનોલોજીથી ઘારી પેકિંગ કરાઈ રહ્યું છે. આ આ ઘારી 20 દિવસ સુધી સારી રહે છે. નહિ તો સામાન્ય દિવસોમાં ઘારી 6 દિવસ સુધી સારી રહે છે. ઘારીની સાથે સુરતી ભુસુ પણ આ વખતે પાર્સલમાં આપવાની તૈયારી વેપારીઓએ કરી લીધી છે.

Back to top button