- છેલ્લા 3 દિવસમાં 45 હજાર કરતાં વધુ લોકો ઉપરકોટની મુલાકાત લીધી
- 4 દિવસ સુધી આમ જનતા માટે નિઃશુલ્ક પ્રવેશ રખાયો હતો
- બાળકો સાથે આવેલા અસંખ્ય પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા
જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાને જોવા એક સાથે 20 હજાર લોકો ઉમટી પડતા અફરાતફરી ફેલાઇ હતી. જેમાં જૂનાગઢમાં 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું રીસ્ટોરેશન કરવામાં આવેલ છે. તેમાં 4 કલાકમાં 20 હજાર લોકો ઉમટી પડતા ઉપરકોટ બંધ કરવો પડયો હતો. સાંકડા પ્રવેશદ્વારથી અફરાતફરી ફેલાતા પોલીસે માંડ માંડ સ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાતનો વિદાય પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કયા થશે મેઘમહેર
4 દિવસ સુધી આમ જનતા માટે નિઃશુલ્ક પ્રવેશ રખાયો હતો
છેલ્લા 3 દિવસમાં 45 હજાર કરતાં વધુ લોકો ઉપરકોટની મુલાકાત લીધી છે. રવિવાર રજાનો માહોલ હોવાથી ઉપરકોટ નિહાળવા માટે લોકોનો ભારે ઘસારો રહ્યો હતો. જૂનાગઢમાં 74 કરોડના ખર્ચે રીસ્ટોરેશન કરવામાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ 4 દિવસ સુધી આમ જનતા માટે નિઃશુલ્ક પ્રવેશ રખાયો હતો, પરંતુ નિઃશુલ્ક એન્ટ્રી તેમજ ઉપરકોટના પ્રવેશદ્વારથી લઈને પોલીસચોકી સુધીના સાંકડા એન્ટ્રી પોઈન્ટને લઈને 4 કલાકમાં 20 હજાર જેટલા પ્રવાસીઓ આજે બપોર સુધીમાં ઊમટી પડતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો, જેમાં બાળકો સાથે આવેલા અસંખ્ય પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, પોલીસે સમયસર મામલો હાથમાં લઈને વણસેલી સ્થિતી વધુ ન વણસે તેવી કામગીરી કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
પ્રવાસીઓને ધીમેધીમે સમજાવીને હળવે હળવે બહાર નીકળવા અપીલ કરી
ગત તા.29 ને શુકવારથી તા.2 ઓકટોબર સુધી આમ જનતા માટે ઉપરકોટ કિલ્લામાં નિશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો, ત્યારે પ્રથમ બે દિવસ એટલે તા.29 ના રોજ 7200 પ્રવાસીઓ, અને બીજા દિવસે તા.30 ને શનિવારે 18300 પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી હતી, ત્યારે આજે ત્રીજા દિવસે રવિવાર રજાનો માહોલ હોવાથી ઉપરકોટ નિહાળવા માટે લોકોનો ભારે ઘસારો રહ્યો હતો. સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં (4 કલાક) 20 હજારથી વધુ લોકો ઉમટી પડતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો, કિલ્લાના પ્રવેશદ્વારથી લઈને ઉપરકોટ પોલીસ ચોકીના સાંકડા માર્ગ પર સામ-સામે પ્રવાસીઓનો ઘસારો વધતા અંધાધૂધી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને સ્થિતિ વધુ ન વણસે તે માટે ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી સહિતનો કાફ્લો દોડી આવ્યો અને ઉપરકોટમાં રહેલા પ્રવાસીઓને ધીમેધીમે સમજાવીને હળવે હળવે બહાર નીકળવા અપીલ કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી.