Flipkart, Amazon, Tata 1mg સહિતની 20 કંપનીઓને નોટીસ ફટકારવામાં આવી, જાણો શું છે કારણ
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ દેશભરમાં કાર્યરત 20 ઈ-ફાર્મા કંપનીઓને નોટિસ ફટકારી છે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે આ કંપનીઓને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ના ઉલ્લંઘન બદલ આ નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં DCGIએ કહ્યુ કે છેલ્લા ઘણા વર્ષોમાં કોર્ટે અનેક વખત દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. અને આ કંપનીઓએ તેનું પાલન કર્યું નથી તો આ ઉલ્લંઘન બદલ તેમના પર કેમ કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ ?
DGCI નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓને નોટીસ ફટકારી
ભારતમાં દવાના ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે DGCI પાસેથી માન્ય લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. છતા પણ કેટલીક કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરતી હોય છે. અને તેના કારણે લોકોના સ્વસ્થ્ય પર ખરાબ અસર થતી હોય છે. જેથી DGCI માન્ય લાયસન્સ વિના દવાઓ વેચતી ઈ-ફાર્મસી કંપનીઓને શોધી કાઢી તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત DGCI એ નિયમોના ઉલ્લંઘન બદલ Tata 1mg, Flipkart Health Plus અને Amazon જેવી 20 કંપનીઓને નોટિસ ફટકારી છે.
2 દિવસમાં જવાબ આપવા કહ્યું
DCGIએ e-pharmacies ઓને નોટિસમાં કહ્યું છે કે આ નોટિસ જારી કર્યાની તારીખથી 02 દિવસની અંદર તેમને કારણ દર્શાવવા આવે કે દવા અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની જોગવાઈઓ અને દવાઓના વેચાણ અથવા વિતરણ માટે ઓફર કરવા માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમારી સામે શા માટે પગલાં લેવા જોઈએ નહીં.
આ કારણે અપાઈ નોટીસ
DGCI એ આપેલ નોટીસમાં જણાવવામાં આવ્યુ છે કે માન્ય ડીજીસીઆઈ લાઇસન્સ વિના ઓનલાઈન દવાઓનું વેચાણ તેની ગુણવત્તા પર ખૂબ જ ખરાબ અસર કરે છે. જેથી લોકોના સ્વાસ્થને ધ્યાને રાખીને આ નોટીસ આપવામાં આવી છે.
બે દિવસમાં જવાબ નહી મળે તો કાયદા અનુસાર કાર્યવાહી કરાશે
DGCI એ 20 e-pharmacies કંપનીઓને નોટીસ આપી છે. જેમાં તેમને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને આ બે દિવસમાં તેમણે જવાબ આપવા માટે કહ્યું છે. અને જો કપનીઓ આ બે દિવસમાં જવાબ નહી આપ તો DGCI કાયદા અનુસાર કાર્યવાહી કરશે. જો કે હાલ તો આ કંપનીઓ પાસે કોઈ જવાબ નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ભાજપની કારોબારી મહિલા સભ્ય અને તેમના પુત્રએ કરી છેતરપિંડી, શ્રવણ તીર્થયાત્રાના નામે લાખો પડાવ્યા