ગુજરાત

વલસાડ-ધરમપુર ચોકડી બ્રિજ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઈકચાલકને ટક્કર મારતા 2 સુરતના યુવકો ઇજાગ્રસ્ત

Text To Speech

વલસાડઃ વાપી ખાતે સુરતના ટ્રાન્સપોટર તેની બાઈક ન. GJ-19-AR-8957 લઈને વાહન જોવા માટે તેના ભાઈ સાથે આવ્યો હતો. ત્યારે વાહન જોઈ પરત ફરી રહ્યો હતો. જે દરમ્યાન વલસાડના ધરમપુર ચોકડી ખાતે અજાણ્યા ટ્રક ચાલજે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક ચાલક અને ટ્રાન્સપોટર હસમુખ બેરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સુરતના કડોદરાના ટ્રાસ્પોટર હસમુખ બારીયા તેના ભાઈ અજય બારીયા સાતગે વાપી ખાતે તેની બાઈક નં. GJ-19-AR-8957 લઈને વાહન જોવા માટે આવતા હતા. વાહન જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે હસમુખભાઈની બાઈકને ટ્રક ચાલકે ટકકરે મારી હતી. જેમાં હસમુખભાઈ બારીયાને પહેરેલ હેલ્મેટને લઈને ગંભીર ઇજાઓને પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. 108ની EMT માનસી પટેલ અને પાયલોટ કેતન આહીર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજા ગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં હસમુખભાઈ બારીયાને થયેલી ગંભીર ઇજાઓને લઈને સિવલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં.

Back to top button