એન્કાઉન્ટર બાદ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના 2 શૂટર્સની ધરપકડ
- બંને આરોપીએ પંજાબી સિંગરને હુમલો કરવાનું કાવતરું ઘડ્યું
- દિલ્હી પોલીસે એન્કાઉન્ટ બાદ બંનેની ધરપકડડ કરી
- એક આરોપીને કાર્યવાહી દરમિયાન પગમાં ગોળી વાગી હતી
નવી દિલ્હી, 27 નવેમ્બર: કાર્યવાહી કરતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ઉર્ફે અર્શ દલ્લાના બે શૂટર્સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પંજાબના એક કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ એન્કાઉન્ટર દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. આરોપીનો પ્લાન પંજાબી સિંગર પર હુમલો કરવાનો હતો.
#WATCH | Delhi: After a brief encounter last night, Delhi police special cell arrested two shooters of Arsh Dalla gang from Mayur Vihar area pic.twitter.com/JJTQYC1vQp
— ANI (@ANI) November 27, 2023
આ એન્કાઉન્ટર નોઈડાથી અક્ષરધામ તરફ જતા રોડ પર મયુર વિહાર ફેઝ વનમાં થયું હતું. દિલ્હી પોલીસની વિશેષ ટીમ મયુર વિહાર ફેઝ વનમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન નોઈડા તરફથી બાઇક પર સવાર બે લોકો આવતા દેખાયા હતા. પોલીસની ટીમે તેમને રોકવાનો ઈશારો કર્યો. બંનેએ પંજાબી ગાયક પર હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
એન્કાઉન્ટરમાં એક શૂટરને પગમાં ગોળી વાગી
મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એન્કાઉન્ટર બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ એન્કાઉન્ટર દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. NIA, દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસે અર્શદીપ ઉર્ફે અર્શ દલ્લાના વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ અર્શ દલ્લા કેનેડામાં છુપાઈને બેઠો છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી પન્નુ ભારતીય હાઈ કમિશનરની “નાગરિક ધરપકડ” કરવા માગે છે!