ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં IAF ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશની ઘટનામાં 2 પાયલટના મૃત્યુની ફેલાઈ અફવા

Text To Speech
  • ભારતીય વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં કોઈ પાયલટના મૃત્યુ થયા નથી
  • દુર્ઘટનામાં પાયલટના મૃત્યુ નહીં પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી

નવી દિલ્હી, 4 ડિસેમ્બર : ભારતીય વાયુસેનાના બે પાયલટના મૃત્યુના સમાચાર ખોટા નીકળ્યા છે. અગાઉ મળેલી માહિતી મુજબ, તમિલનાડુના ડિંડિગુલમાં પ્લેન ક્રેશને કારણે 2 પાયલટના મૃત્યુ થયા હતા. જો કે, ત્યારબાદ હવે સત્ય બહાર આવ્યું છે કે આ વિમાન દુર્ઘટનામાં પાયલટના મૃત્યુ થયાં નથી પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી બંને પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

શું છે આ સમગ્ર મામલો?

એરફોર્સના એક અધિકારીને ટાંકીને માહિતી બહાર જાણવા મળી હતી કે વિમાન દુર્ઘટનાને કારણે બે પાયલટના મૃત્યુ થયા છે. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમનું પીલાટસ તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાયલટ માર્યા ગયા છે. આ બંને પાયલટમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. જો કે, બાદમાં હવે જાણવા મળ્યું છે કે, આ બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા ન હતા.

 

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આજે સવારે AFA, હૈદરાબાદથી નિયમિત તાલીમ ઉડાન દરમિયાન Pilatus PC 7 Mk II નામનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને જીવલેણ ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં નાગરિકોના જીવન કે સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.

આ પણ જુઓ :શેરબજારમાં તેજીનું તોફાન, 1000 અંકનો જોરદાર ઉછાળોઃ ચૂંટણીના પરિણામોની અસર

Back to top button