ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા શહેરમાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને 13 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

  • હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ
  • સયાજી હોસ્પિટલમાં 4 વ્યક્તિને હિટ સ્ટ્રોક લાગતા સારવાર માટે ખસેડાયા
  • SSG હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ

વડોદરા શહેરમાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને 13 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં હીટવેવ યથાવત રહેતા નાગરીકો હેરાન પરેશાન છે. ત્યારે હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે. જેમાં SSG હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવશે

હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ

હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે. ત્યારે SSG હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો છે. પરંતુ હીટવેવ યથાવત રહેતા નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે બપોરના સમયે કામ કરતા વ્યક્તિઓ અને વેકેશનના અંતિમ દિવસોની મજા માણી રહેલા બાળકો પણ હીટવેવનો શિકાર બની રહ્યા છે. ગોધરાના 12 વર્ષીય બાળકને તાવ અને હિટ સ્ટ્રોકની અસર જણાતા તેને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરાયો હતો. જ્યાં બુધવારે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં 4 વ્યક્તિને હિટ સ્ટ્રોક લાગતા સારવાર માટે ખસેડાયા

માંજલપુર મુક્તીધામ શનિદેવ મંદિર પાસે મંગળવારે બપોરે અજાણ્યા પુરુષને ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ માંજલપુર પોલીસ મથકે કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ પુરુષે શરીરે સફેદ શર્ટ અને સફેદ ધોતી પહેરેલી છે. જેથી મૃતદેહની ખરાઈ કરવા માટે માંજલપુર પોલીસનો સંપર્ક કરવો. જ્યારે બીજી તરફ, વિતેલા 24 કલાકમાં સયાજી હોસ્પિટલમાં 4 વ્યક્તિને હિટ સ્ટ્રોક લાગતા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં 40 વર્ષીય ભરતભાઈ શંકરભાઈ ડિંડોર, 52 વર્ષીય કપિલદેવ રુપાઈપ્રસાદ શર્મા, 60 વર્ષીય પ્રવિણભાઈ વૈદે, 75 વર્ષીય થારદાસ લેખુમલ ખત્રી અને 45 વર્ષીય સુશીલાબેન સુરેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

Back to top button