ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહ વિભાગમાં વધુ 2 IPS અધિકારીઓની બદલી તથા ભાવનગરને નવા કલેક્ટર મળ્યા

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ગૃહ વિભાગમાં વધુ 2 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર SP (કોસ્ટલ સિક્યોરીટી)ની રાજભવનમાં બદલી કરાઇ છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારો શરૂ થતા ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

અધિકારીઓની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વધુ 2 IPS અધિકારીઓની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને સચિવાલયમાં ફરજ બજાવતા 2 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ કરવામાં આવી છે. જેમાં, રાજભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવતા દીપકકુમાર મેઘાણીની ગાંધીનગર SP (કાયદો વ્યવસ્થા) તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ વિરેન્દ્રસિંહ યાદવ IPSની જગ્યા લેશે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો

એમડી. ડી .કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર

ગાંધીનગર SP (કોસ્ટલ સિક્યોરીટી) તરીકે ફરજ બજાવતા વિકાસ સુન્દાની રાજભવન ગાંધીનગર ખાતે એક્સ કેડર પોસ્ટ પર બદલી કરવામાં આવી છે. તેઓ, દીપકકુમાર મેઘાણીની જગ્યા લેશે. તથા ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની નવ દિવસમાં જ બદલી કરાઇ છે. જેમાં ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર
તરીકે નિમાયા છે. તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી. ડી .કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર બન્યા છે.

Back to top button