ગુજરાતના વધુ 2 સિનિયર IAS અધિકારીની કેન્દ્ર સરકારમાં નિયુક્તિ
- કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટીએ 10થી વધુ IAS અધિકારીને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ: કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી દ્વારા 11 જેટલા IASને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે IAS અધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે નામોમાં IAS વિજય નહેરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. IAS વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં ડેપ્યુટેશન અપાયું છે. જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ
કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે. કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટીએ 10થી વધુ IAS અઘિરાપીને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે IAS અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે. આપને જણાવી દઈએ કે, વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર છે, જ્યારે મનીષ ભારદ્વાજ વર્ષ 1997 બેંચના અધિકારી છે.
કોણ છે વિજય નેહરા?
વિજય નેહરા 2001ની બેચના IAS અધિકારી છે. વિજય નહેરા હાલ ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ છે. વિજય નેહરાનો જન્મ રાજસ્થાન ખાતે આવેલ સિકર જિલ્લાના છોટી સિહોત ગામે થયેલ હતો. તેમણે કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઈથી અભ્યાસ કર્યો છે. વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમાંના ત્વરિત નિર્ણય માટે જાણીતા છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.
કોણ છે મનીષ ભારદ્વાજ?
IAS મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે. હાલમાં તેઓ નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે સેવા આપે છે. હવે તેમને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટૂંક સમયમાં વિશેષ મહિલા સુરક્ષા સમિતિ બનાવવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત