સુરતઃ હજીરા જેટી પર અકસ્માત, 10 કર્મીઓ સાથે જહાજોને કિનારે લઈ જતી ટર્ગ ડૂબી
સુરત હજીરા ખાતે જહાજોને કિનારે લાવવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટગમાં બેઠેલા કંપનીના 10 જેટલા કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા હતા. જેમાંથી આઠ લોકોને બચાવી લેવાયા હતા. ફાયર બ્રિગેડે અન્ય બે લોકોની શોધખોળ શરૂ કરી છે.
ટગ બોટ ઓપરેટર અને રસોઈયા ગુમ
મોટા જહાજોને કિનારા પરની જેટી પર લાવવા માટે ટગ બોટનો ઉપયોગ કરવામાં આવે છે. તે બોટમાં કંપનીના 10 લોકો સવાર હતા. રસોઈયા સહિત અન્ય સ્ટાફ બોટ પર હતો ત્યારે આ ઘટના બની હતી. બોટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગે લાપતા બોટ સંચાલક અને રસોઈયાની શોધખોળ શરૂ કરી છે.
કલાકો બાદ સુરત ફાયર વિભાગને જાણ કરાઈ
મોડી રાત્રે બોટ ડૂબી ગયેલી મળી આવી હતી. હજીરાના દરિયામાં આવી ઘટના બને ત્યારે સ્થાનિક કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવે છે. કંપનીના ફાયર બ્રિગેડે ગઈકાલથી ગુમ થયેલા બે લોકોની શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળ્યા ન હતા અને અંતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે હજીરા સમુદ્રમાં બોટ ડૂબી જતાં બે લોકો ગુમ થયા હોવાનો કંટ્રોલ રૂમમાં સંદેશો મળ્યો હતો. આ ઘટના ક્યારે બની અને કેટલા લોકો અંદર હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પરંતુ ઘટનાની જાણ કન્ટ્રોલ રૂમને થતાં જ અમે ટીમ મોકલીને બે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.