મલેશિયામાં 2 સૈન્ય હેલિકોપ્ટર હવામાં અથડાયા: 10 લોકોના મૃત્યુ, જુઓ વીડિયો
- રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટર એક-બીજા સાથે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઇ
મલેશિયા, 23 એપ્રિલ: મલેશિયામાં આજે મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. દુર્ઘટનામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં એક-બીજા સાથે ટકરાયાં હતા. આ અથડામણમાં દસ લોકોના મૃત્યુ થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર એક-બીજા સાથે અથડાયા હતા અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
NEW: 2 military helicopters collide in Lumut, Malaysia – 10 people lost their lives.
pic.twitter.com/useHuD4s5f— Suhr Majesty ™ (@ULTRA_MAJESTY) April 23, 2024
નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોવા મળી રહ્યું છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પૂલમાં પડ્યું હતું.
Another video showing the helicopter crash in Malaysia. 10 people confirmed dead. pic.twitter.com/T0kHCQ79zP
— Quick News Alerts (@QuickNewsAlerts) April 23, 2024
આ દુર્ઘટના પર મલેશિયન નેવીએ શું કહ્યું?
મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3થી 5-મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુટ એર બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.
પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ, મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA) હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના 5 માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મૃત્યુ થયા હતા.
તે જ સમયે, ગયા વર્ષે પણ મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ પણ જુઓ: માલદીવના પ્રમુખ મુઇઝઝૂએ જીત બાદ તરત જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું