ટ્રેનમાં બે શખ્સોએ કમર પર બાંધ્યા હતા થેલા, RPFએ ખોલતાં જ આંખો થઈ ગઈ પહોળી


નવી દિલ્હી, તા. 25 માર્ચ, 2025: ઘણી વખત એવા અહેવાલ આવતા હોય છે જેને વાંચીને વિશ્વાસ થતો નથી. કેરળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યા છે. કોલમ રેલવે સ્ટેશન પર પૈસાની દાણચોરીનો સનસનાટીભર્યા કેસ પ્રકાશમાં આવ્યો છે. પૈસાની દાણચોરી માટે બે લોકોએ ટ્રેન પસંદ કરી હતી. ભીડનો લાભ લઈને પોતાનો હેતુ સફળ કરી શકાય તે માટે તેમણે આમ કર્યું હતું.
બંનેએ તેમના કમર પર ભારે થેલા લગાવ્યા હતા. આરપીએફને શંકા જતાં ખોલાવતાં તેમાંથી 44 લાખ રૂપિયા મળી આવ્યા હતા. પૈસા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા તે અંગે પૂછતા કોઈ ખુલાસો કરી શક્યા નહોતા. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
કોલમ-ચેન્નાઈ ટ્રેન સોમવારે સવારે પૌલલુર સ્ટેશન પહોંચ્યા પછી, રેલવે પોલીસ અને આરપીએફ ટીમે 2 શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની કમર પર બાંધેલી કાપડની થેલીમાંથી નોટોનો બંડલ મળી આવ્યા હતા.. ધરપકડ કરાયેલા વ્યક્તિઓનું નામ મટ્થુ (58) અને અલ્પના (58) છે, જે મદુરાઇના વિરુદુનાગરના વતની છે. બંને ટ્રેનમાંથી 44 લાખ રૂપિયા સાથે પહોંચ્યા હતા. તેઓ દાણચોરીવાળી રકમ અથવા અન્ય દસ્તાવેજોનો સ્રોત રજૂ કરી શક્યા નહોતા. જે બાદ આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
થોડા સમય પહેલા અલીગઢમાં પણ આવી રીતે ત્રણ લોકો પકડાયા હતા. એસઓજી અને પોલીસે સંયુક્ત ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ IPL 2025: અમદાવાદમાં છવાયો ક્રિકેટ ફીવર, મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા