કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢમાં રિક્ષામાંથી 2 કિલો ગાંજો ઝડપાયો, SOGએ આરોપીની ધરપકડ કરી

જૂનાગઢ, 2 ડિસેમ્બર 2025: જૂનાગઢ શહેરમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી ચાલુ રાખતી એસઓજી ટીમે ફરી એક મોટી સફળતા મેળવી છે. ગુપ્ત માહિતીના આધારે સોમવારે મોડી રાત્રે ડુંગરપુર પાસે ચેકિંગ દરમિયાન એક રિક્ષામાંથી 2 કિલો વનસ્પતિ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં રિક્ષાચાલક ચિરાગ ભારાઈને ઝડપી પાડવામાં આવ્યો છે.

એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ડુંગરપુર તરફથી રિક્ષામાં મોટો ગાંજાનો જથ્થો શહેરમાં આવી રહ્યો છે. ટીમે રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ચેકપોસ્ટ ગોઠવી રિક્ષાને રોકી તલાશી લીધી. રિક્ષાની ડિકીમાંથી ખાસ રીતે છુપાવેલા ૨ કિલો ગાંજાના પેકેટ મળી આવ્યા. જપ્ત ગાંજાની બજાર કિંમત આશરે ૫૦ હજાર રૂપિયા છે, જ્યારે રિક્ષા સહિત કુલ મુદ્દામાલ ૧.૫૦ લાખથી વધુનો જપ્ત કરાયો છે.

આરોપી ચિરાગ ભારાઈ (ઉં.વ. ૨૮) ડુંગરપુરનો રહેવાસી છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તે લાંબા સમયથી નાના-મોટા જથ્થામાં ગાંજાની હેરાફેરી કરે છે અને રિક્ષાનો ઉપયોગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે. એસઓજી હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની ઊંડી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: બોટાદમાં વર્ષો જુના પાણીના અવેડાને તોડવાના કાવતરા સામે ઉગ્ર વિરોધ, DDOને આવેદનપત્ર આપી ચીમકી

Back to top button