ભારે વરસાદને પગલે જમ્મુ-કાશ્મીરના 2 જવાન તણાયા નદીમાં
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે(8 જુલાઈ) ભારતીય સેનાના 2 જવાન વહેતી નદીમાં તણાઈ ગયા હતી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આમાંથી એક સૈનિકની ઓળખ નાયબ સુબેદાર કુલદીપ સિંહ તરીકે થઈ છે. અન્ય જવાનનુ નામ ટેલુરામ હોવાનું ખુલ્યુ છે.
#WATCH | Jammu & Kashmir: Rescue operation underway to trace two Indian Army personnel washed away in the Poshana river in Poonch pic.twitter.com/zWl5ofhO0o
— ANI (@ANI) July 8, 2023
સેનાના 16 કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર અને જવાનોએ કુલદીપ સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 16 કોર્પ્સના ટ્વિટર પેજ પર લખવામાં આવ્યું છે કે વ્હાઇટ નાઈટ કોર્પ્સના કમાન્ડર અને તમામ રેન્ક નાયબ સુબેદાર કુલદીપ સિંહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે.
During an area domination patrol in J&K's Poonch, Lance Naik Telu Ram while crossing a mountainous stream got swept away due to flash floods, says Indian Army. pic.twitter.com/2l18D45x0W
— ANI (@ANI) July 9, 2023
જવાનો કેવી રીતે પાણીમાં તણાઈ ગયા?
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સેનાના અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ સૈનિકો પૂંછના સુરનકોટના પોશાના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ વહી ગયા હતા.
બંને જવાનોને શોધી રહી છે ટીમો
શનિવારે સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્મી, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સંયુક્ત ટીમો બંને જવાનોને શોધી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. સેના અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. દરમિયાન, ભારે વરસાદને પગલે લોકોને નદીઓ/નાળાઓથી દૂર રહેવાની સલાહ આપતા પોલીસ વાહનો જિલ્લાના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીમાં ઉછાળો આવ્યો છે. ખરાબ હવામાનને કારણે શનિવારે સતત બીજા દિવસે અમરનાથ યાત્રાને રોકવી પડી હતી. પરંતુ 2 દિવસ બાદ આજે ફરી અમરનાથયાત્રા શરુ કરવામાં આવી છે. કોઈ તીર્થયાત્રીને ગુફા તરફ જવાની પરવાનગી ન હતી. રામબન જિલ્લામાં 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ટનલ વહી જવાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો.
આ પણ વાંચો: દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદે કહેર મચાવ્યો, અમરનાથ યાત્રા ફરી શરુ