ટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, નાઈજીરીયન સહિત 2ની ધરપકડ

Text To Speech

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના કાંદિવલી અને ઘાટકોપર યુનિટે મુંબઈના ધારાવી અને દહિસર વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. આ મામલામાં નાઈજિરિયન નાગરિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને 13 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસની ANC ટીમે મળેલી માહિતીના આધારે શુક્રવારે બે અલગ-અલગ જગ્યાએથી બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી. ANCના ઘાટકોપર યુનિટે 500 ગ્રામ હાઈડ્રો વીડના જથ્થા સાથે એક શકમંદની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં તેની પાસેથી રૂ. 4.74 કરોડની કિંમતનો 4.24 કિલો માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ શાહરૂખ શમસુદ્દીન શેખ તરીકે થઈ છે.

જ્યારે અન્ય એક કેસમાં ANC કાંદિવાલી યુનિટે પેટ્રોલિંગ દરમિયાન નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી હતી. કોલિન્સ ઈમેન્યુઅલ નામનો શખ્સ એસવી રોડ પર મેફેડ્રોન વેચતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેથી 15 લાખની કિંમતનું 75 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આ મામલે ANCની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ડ્રગ માફિયાઓની હવે ખેર નથી, મુંબઈમાં બનશે દેશનું પ્રથમ ડિટેન્શન સેન્ટર

Back to top button