ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા

Text To Speech
  • યુવક વિરૂદ્ધમાં પૈસાની લેતી દેતી અંગેની અરજી થઇ હતી
  • 50 હજાર રૂપિયાની લાંચ બન્ને પોલીસકર્મીઓએ માંગી
  • કોર્ટમાં રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી

અમદાવાદના વસ્ત્રાપુરના હેડકોન્સ્ટેબલ તેમજ રાઇટર રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જેમાં યુવકને લોકઅપમાં નહીં રાખવા બન્ને પોલીસકર્મીએ 50 હજારની લાંચ માંગી હતી. તથા બન્ને પોલીસકર્મીઓની ધરપકડ કરીને એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  અમદાવાદની આ કોલેજ બંધ થશે તો વિદ્યાર્થીઓ ક્યા જેશે! 

યુવક વિરૂદ્ધમાં પૈસાની લેતી દેતી અંગેની અરજી થઇ હતી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરૂદ્ધમાં પૈસાની લેતી દેતી અંગેની અરજી થઇ હતી. જેથી વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓએ અરજીના આધારે યુવકને પોલીસ સ્ટેશન બોલાવીને તેણે લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આથી યુવકે એસીબીને જાણ કરી હતી. બાદમાં યુવક પાસેથી 50 હજાર બન્ને પોલીસકર્મીઓને લેતા રંગેહાથે એસીબીએ ઝડપી પાડીને વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો: WHOની ચેતવણી, શુગર ફ્રી પ્રોડક્ટ ઝેર સમાન ગણાય 

કોર્ટમાં રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એક યુવક વિરૂદ્ધ પૈસાની લેતી દેતી અંગેની અરજી આવી હતી. તે અરજી વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલા અને તેમના રાઇટર રવિન્દ્રસિંહ ડાભી પાસે હતી. જેથી હરદેવસિંહ અને રવિન્દ્રસિંહ ડાભી બન્ને ભેગા મળીને યુવકને મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં બન્ને પોલીસકર્મીએ અરજીને ળઇને કલમ 151 મુજબની કાર્યવાહી કરી હતી.

આ જ વર્ષે 3 પોલીસકર્મીઓ શહેરમાં લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

પરંતુ યુવકને લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં બારોબાર રજૂ કરવા માટે 50 હજાર રૂપિયાની લાંચ બન્ને પોલીસકર્મીઓએ માંગી હતી. જેથી યુવકે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ છટકું ગોઠવીને બન્ને પોલીસકર્મીને લાંચ લેતા રંગેહાથે પકડયા હતા. મહત્વનું છે કે, આ જ વર્ષે 3 પોલીસકર્મીઓ શહેરમાં લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે.

Back to top button