અમદાવાદની પીડિતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ કરી રહી છે, તે ગયા ડિસેમ્બરમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મદુરાઈ ગઈ હતી. એક લોજમાં આરોપીઓએ તેણી પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. તમિલનાડુમાં મદુરાઈ પોલીસે 11 એપ્રિલ, મંગળવારે ગયા વર્ષે ગુજરાતની એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ઓળખ 22 વર્ષીય આશિષ જૈન અને 23 વર્ષીય તેના મિત્ર જેરોમ કથીરાવન તરીકે કરી છે, જેઓ મૂળ ચેન્નાઈના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ડિસેમ્બર 2022માં મદુરાઈના ટેપ્પકુલમ ખાતે એક લોજમાં બની હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની પીડિતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) કોર્સ કરી રહી છે, તે 16 ડિસેમ્બરે એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મદુરાઈ પહોંચી હતી.
આ પણ વાંચો : R&B વિભાગમાં ભ્રષ્ટાચાર યથાવત, નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACBના હાથમાંથી ફરાર
આ દરમિયાન પીડિતા બીમાર પડી હતી અને તેણે આશિષ જૈનની મદદ માગી હતી, જેને તે અગાઉથી જાણતી હતી. આશિષ જૈન પણ 17 અને 18 ડિસેમ્બરે યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મદુરાઈ પહોંચ્યો હતો અને તે જ લોજમાં રોકાયો હતો. આશિષ જૈને, દવા અને જમવાનું લાવવા માટે જેરોમ કથીરાવનની મદદ માંગી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બંનેએ લોજમાં મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો અને ચાલ્યા ગયા હતા. ઘરે પરત ફર્યા બાદ મહિલાએ તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું અને ગુજરાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બાદમાં ફરિયાદને મદુરાઈ પોલીસ સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો હતો. હાલ મહિલા પોલીસ સ્ટેશને આરોપીઓની ધરપકડ કરી છે, જેમને મદુરાઈ સેન્ટ્રલ જેલમાં રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.