ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

રાજકોટની પાયલ હોસ્પિટલ વીડિયો લીક કેસમાં મહારાષ્ટ્રથી 2 અને ઉત્તર પ્રદેશથી 1 આરોપીની ધરપકડ

Text To Speech
  • ટૂંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે
  • અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા
  • ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે

રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સારવાર અને તપાસના વાયરલ થયેલા વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી બે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે

આમ આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા

અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરતના માંડવી નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 શ્રમિકોના મૃત્યુ 

Back to top button