વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. આ યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ પરિક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે. વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરિક્ષાઓ ચાલી રહી હતી, આ દરમિયાન વિવિધ કોલેજોમાંથી 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાય હતા.
196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા
વીર નર્મદ યુનિવર્સિટી કોઇને કોઇ કારણો સર અનેક વખત વિવાદોમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વાર વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. અલગ અલગ કોલેજોમાં 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. પરિક્ષા દરિયાન કોપી કરવા માટે અલગ અલગ વસ્તું નો ઉપયોગ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ વોચ, લખાણવાળી કાપલીઓ, વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી ચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ
વીર નર્મદ યુનિવર્સિટીના કુલ પતિના આદેશથી પરિક્ષા દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી સ્માર્ટ વોચ, માઇક્રો ઝેરોક્ષ મળી આવ્યા હતા. જેથી આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો હતો. કોપી કેસમાં પકડાયેલ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક આપવા સાથે પેનલ્ટી પણ લગાવામાં આવી છે. તો વળી કેટલાક વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ કામગીરી હાથ ધરાઇ હોવાની વિગતો મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં કોપી કરતા પકડાયેલ આ વિદ્યાર્થી માટે કાર્યવાહી કરવાની બાબતે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી કરનાર પર PGVCLની લાંલ આંખ, ડ્રોન કેમેરા ગોઠવી લોકોને ઝડપ્યા