અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાતયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

195 કિલો વજન ધરાવતા જીતુભાઈની વહારે આવી સિવિલ હોસ્પિટલ, વાંચો જીતુભાઈ ગોહેલની આ સાચી કહાની 

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સ્થૂળતા નિવારણનો સેવાયજ્ઞ
  • સિવિલમાં 195 કિલો વજન ધરાવતા વ્યક્તિની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી કરાઈ
  • રાજકોટના જીતુભાઈની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન થઈ
  • 3 વર્ષથી સ્થૂળતાથી પીડાતા જીતુભાઈની વહારે આવી સિવિલ હોસ્પિટલ
  • અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઉપલ્બધ છે
  • વાંચો, રાજકોટના જીતુભાઈની હ્રદય દ્રાવક સાચી કહાની 

રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું જીતુભાઈનું અસહ્ય વજન અને સ્થૂળતા. તેઓ ઇમીટેશન જ્વેલરીની છુટક મજુરી કરી આશરે 10,000 રૂ.માં ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી શરીરની સ્થૂળતાના લીધે કામ કરવા સક્ષમ ન રહેતા તેઓ બેરોજગાર બન્યા હતા. તેઓ સામાન્ય લોકોની જેમ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ ખુબ વધારે હતો

મેદસ્વીતાના લીધે તેઓને પોતાના રોજીંદા કામોમાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેમાં અવરજવર કરવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો સમાવેશ થાય છે. શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં bariatric surgeryના ઓપરેશન માટે 5 થી 7 લાખનો ખર્ચ થાય તેમ હતું. જીતુભાઈ માટે આટલી મોટી રકમ કાઢવી મુશ્કેલ હતી. ઓપરેશનનો આટલો મોટો ખર્ચ સાંભળીને તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

જીતુભાઈ ગોહેલ, સિવિલના હોસ્પિટલના ડોક્ટર્સ સાથે

અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવી વ્હારે

195 કિલો વજન અને 66.4 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા જીતુભાઈને આ પીડાઓમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે. ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા તેમની મેદસ્વીતા ઘટાડવા બિન-કુદરતી અપચાની bariatric surgery (stomach pouch + minigastric bypass) કરવામાં આવી હતી.

આખરે જીતુભાઈને મેદસ્વિીપણામાંથી મળ્યો છુટકારો

જીતુભાઇને ઓપરેશન બાદ 2 દિવસ વેંટીલેટર સપોર્ટ પર અને ત્યારબાદ 10 દિવસ સુધી 10 – 6 લીટર/મીનીટ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 12 દિવસની પોસ્ટ ઓપરેટિવ કેર પછી ગત રોજ જીતુભાઈ જાતે ચાલીને ઘરે ગયા હતા. આ જટિલ સર્જરી બાદ હવે જીતુભાઈ જીવના જોખમવાળી સ્થુળતાની બિમારીમાંથી મુક્ત બન્યા છે. હવે તેઓ પોતાની રોજિંદી જીવનચર્યા ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેમણે સસ્મિત સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

સર્જરીની પ્રક્રિયા-humdekhengenews

સિવિલ હોસ્પિટલમમાં તદ્દન ઓછા ખર્ચે થાય છે સર્જરી

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017 થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. ડો.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે 500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓનું સફળ રીતે ઓપરેશન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆતથી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ખરેખર સર્જરી વિભાગની ટીમે ઘણી જટિલ બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને અત્યાર સુધી ઘણા દર્દીઓને જીવનદાન આપ્યું છે.

આ દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે

જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર, અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગથી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

Back to top button