1930- આ નંબર હાલ જ કરી લો તમારા ફોનમાં સેવ, પડી શકે છે ગમે ત્યારે જરુર, જાણો વિગત
HD ન્યૂઝ ડેસ્ક, 23 ઓગસ્ટ: આપણો દેશ ઝડપથી ડિજિટલ બની રહ્યો છે. આજના સમયમાં આપણે આપણાં મોટા ભાગનાં મહત્ત્વનાં કાર્યો ગમે ત્યારે ઘરે બેસીને પૂર્ણ કરી શકીએ છીએ. હવે આપણે બેંકિંગના કામ કાજ માટે કે પછી બુકિંગને લગતા મહત્વપૂર્ણ કાર્યો માટે ઓફિસના ચક્કર નથી લગાવવા પડતા, આ બધા જ કામો આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. ડિજિટલ ઈન્ડિયા અભિયાને ખાસ કરીને બેન્કિંગ સેક્ટરને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ઓનલાઈન મની ટ્રાન્સફર હોય કે નવું ખાતું ખોલાવવાનું હોય, હવે આપણે ગમે ત્યારે, ગમે ત્યાં બેઠા બેઠા બેંક સંબંધિત ઘણા કામો પૂરા કરી શકીએ છીએ.
ડિજિટલ ભારતમાં થઈ રહી છે ડિજિટલ છેતરપિંડી
ભારત જેટલું જડપી ડિજિટલ થઈ રહ્યું છે તેટલું જ જલ્દી કૌભાંડો અને છેતરપિંડી પણ ડિજિટલ થઈ ગઈ છે. સાયબર ફ્રોડમાં સંડોવાયેલા લોકો દરેક વખતે નિર્દોષ લોકોને નવી-નવી રીતે ફસાવે છે અને આંખના પલકારામાં તેમની મહેનતની કમાણી ઉડાવી નાખે છે. સાયબર ફ્રોડ હવે સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ સરકાર માટે પણ મોટો માથાનો દુખાવો બની રહ્યો છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી અને બેંકોથી લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સુધી દરેક વ્યક્તિ સાયબર ફ્રોડ વિશે જાગૃતિ ફેલાવી રહી છે.
તમામ વર્ગના લોકો બની રહ્યા છે સાયબર ફ્રોડનો શિકાર
સાયબર ફ્રોડના મામલાઓને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે નાના શહેરોમાં રહેતા ઓછા ભણેલા લોકો જ નહીં પરંતુ દિલ્હી-મુંબઈમાં રહેતા શિક્ષિત પ્રોફેશનલ્સ પણ તેમની જાળમાં ખરાબ રીતે ફસાયા છે. લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલય હેલ્પલાઇન નંબર ચલાવે છે. સાયબર ફ્રોડ સંબંધિત કેસને 1930 નંબર પર નોંધાવી શકાય છે. આ સિવાય તમે cybercrime.gov.in પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
ફોનમાં કરી નાખો આ નંબર સેવ
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને 1930 એ ખૂબ જ મહત્વપૂર્ણ હેલ્પલાઇન નંબર છે, જેની આપણામાંથી કોઈપણને કોઈપણ સમયે જરૂર પડી શકે છે. ધ્યાનમાં રાખો કે સાયબર ફ્રોડની જેટલી વહેલી તકે તમે તમારી ફરિયાદ નોંધાવો છો, છેતરપિંડી કરાયેલા નાણાં વસૂલવાની શક્યતાઓ એટલી જ વધી જાય છે.
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડ ધારકો બેંકના નામે કોલ આવે તો ચેતજો, મેસેજમાં લિંક કે ફાઈલ આવે તો ઓપન કરતા નહીં