અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ

Text To Speech

ધર્મશાલા, 19 જાન્યુઆરી : હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં શનિવારે એક દુઃખદ ઘટના બની હતી. જેમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન પડી જવાથી અમદાવાદની 19 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે બનાવમાં પેરાગ્લાઈડર પાયલોટ પણ ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના ધર્મશાલાના ઈન્દ્રુનાગ સ્થળ પર બની હતી.

મળતી માહિતી મુજબ, કાંગડાના ધર્મશાળા પાસે ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર આ ઘટના બની હતી, જ્યાં પેરાગ્લાઈડર ચલાવી રહેલા અમદાવાદના ભાવસાર ખુશીનું શનિવારે સાંજે મૃત્યુ થયું હતું. પેરાગ્લાઈડિંગ કરતી વખતે તે પેરાગ્લાઈડર પરથી પડી ગઈ હતી અને પડવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં તેની સાથે પાયલોટ પણ પડી ગયો હતો. જોકે પાયલોટનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેને ઈજાઓ પણ થઈ હતી. મામલાની માહિતી આપતા SSP વીર બહાદુરે જણાવ્યું કે, દુર્ઘટના બાદ પાયલટને સારવાર માટે ટાંડા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :- કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રૂ.220 કરોડની ફાળવણી

Back to top button