ગુજરાત

19 વર્લ્ડ લિવર ડે : કોરોના બાદ લીવર ફેઇલના કેસમાં 3 ગણો વધારો

Text To Speech

ગુજરાતમાં કોરોનાના ત્રણ વર્ષ બાદ જનજીવન હવે પૂર્વ વધ થઈ ગયું છે તેમજ કોરોનાની અસર હજુ પણ અનેક લોકોના સ્વાસ્થ્યમાં યથાવત છે. કોરોનાને પગલે લીવર ફેલિયરના કેસમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે આજે 19 એપ્રિલ ના રોજ વર્લ્ડ લીવર ડે તરીકે મનાવવામાં આવે છે.

 આ પણ વાંચો : અમદાવાદ : યુપી થી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરવા જતા બે ઝડપાયા

ગુજરાતમાં લીવર ફેયર ઉપરાંત લીવર કેન્સર અને ફેટી લીવર ના દર્દીઓના પણ સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે ડોક્ટર શું કહેવું છે કે સાદા કમળાના દર્દીઓ સામાન્ય રીતે બે સપ્તાહમાં સાજા થઈ જતા હોય છે તેમજ સાદા કમળાના દર્દીઓને સાજા થવામાં ત્રણ ચાર મહિના લાગે તેવા દર્દીઓનું પ્રમાણ વર્ષમાં માત્ર પાંચ કે છ હતું પરંતુ હવે આ પ્રમાણે વધીને મહિને પાંચથી છ દર્દીઓનું થઈ ગયું છે કમળો લાંબા સમયથી રહેવાથી તેમના લીવર ઉપર તેની ગંભીર અસરો થતી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોરોના બાદ લીવરની સમસ્યાઓના દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણા વધારો થયો છે લીવરની સમસ્યા પહેલેથી હોય અને ત્યાં ગંભીર પ્રકારનો કોરોના થતાં આવા દર્દીઓમાં લીવરની મોટી સમસ્યાઓ સર્જાઈ હોવાનું પ્રમાણ વધ્યું છે.

world liver day - humdekhengenews

લીવરની સમસ્યા પગલે દર્દીનું મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધીને હવે ૪૦ ટકા થઇ ગયું છે. લીવરની સમસ્યા છે કે નહીં અને હોય તો સમયસર તેની સારવાર કરાવી શકાય તેના માટે પ્રત્યેક વ્યક્તિએ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ. જીવનશૈલીને લીધે ગુજરાતમાં ફેટ્ટી લીવરના દર્દીઓ પણ વધી રહ્યા છે. લીવર કેન્સરની સારવારમાં ૧૮૦ ડિગ્રીનો બદલાવ આવ્યો છે. લીવર કેન્સરની સારવારમાં ઈમ્યુનોથેરાપી અને રેડિયોથેરાપીનો ઉપયોગ સામેલ છે. ‘

Back to top button