બિઝનેસ

શેરબજાર તેજીમાં! સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં સેન્સેકસ 54000ને પાર ખૂલ્યો

Text To Speech

વૈશ્વિક બજારમાં તેજી સાથે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર મજબૂત બન્યું છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા હતા

સેન્સેક્સ નિફ્ટી બંનેમાં જબ્બર ઉછાળો

ખૂલતાની સાથે જ બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 402 અંકની તેજી સાથે 54163 ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 132 અંકની તેજી સાથે 16181 પર ટ્રેડ કરી રહ્યો છે.

શુક્રવારે શેરબજારની સ્થિતિ

આ પહેલા શુક્રવારે શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડાનો ટ્રેન્ડનો અંત આવ્યો હતો અને સેન્સેક્સ 344 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 344.63 પોઈન્ટ વધીને 53,760.78 પોઈન્ટ પર બંધ થયા છે. બીજી બાજુ, 50 પોઈન્ટનો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16,000ની ઉપર પહોંચવામાં સફળ રહ્યો અને 16,049.20 પર બંધ થયો.

 

Back to top button