ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ભુજ/ 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી 18 વર્ષની યુવતી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Text To Speech

ભુજ, 6 જાન્યુઆરી 2025 : એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ ઘટના ભુજના કંઢેરાઈ ગામની હતી. આજે વહેલી સવારે 6 વાગ્યે આ ઘટના ઘટી હતી, હાલ NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યુવતીની ઉંમર લગભગ 18 વર્ષની આજુબાજુ હોવાનું અનુમાન છે.

ગામનો માહોલ ગમગીન
માહિતી અનુસાર જ્યારે આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેનો બચાવોનો અવાજ પણ આવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.ગામના લોકો આ ઘટનાને કારણે આઘાત પામી ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ ઘટનાની જાણકારી મળતાંની સાથે જ ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ તથા 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાયું છે. યુવતીના બચાવ માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પીડિત યુવતી ખેતરમાં મજૂરી કરતાં શ્રમિક પરિવારની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે..

 

આ પણ વાંચો : ગુજરાતમાં પણ નોંધાયો ચીની વાયરસ HMPVનો પ્રથમ કેસ, બે મહિનાનું બાળક પોઝિટિવ હોવાની સંભાવના

Back to top button