અમદાવાદમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે 18 વર્ષના યુવાનનું મૃત્યુ


- મૃતકનું નામ પ્રિન્સ શર્મા છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી
- યુવક ગાર્ડનમાં ડ્રગ્સ લેતાં લેતાં ઢળી પડ્યો હતો
- કમાઉન્ડર દરરોજ 200 જેટલા યુવકોને ઇંજેક્શન આપતો
અમદાવાદમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. રાજ્યમાંથી હજારો-કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે. તેમ છતાં સરળતાથી ડ્રગ્સ મળી રહે છે.
મૃતકનું નામ પ્રિન્સ શર્મા છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત નીપજતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ઇસનપુરમાં 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકનું નામ પ્રિન્સ શર્મા છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. તેના કમ્પાઉન્ડર મિત્રએ નશાકારક દવાનો ઓવરડોઝ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
કમાઉન્ડર દરરોજ 200 જેટલા યુવકોને ઇંજેક્શન આપતો
પ્રિન્સ શર્મા નામનો યુવક ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ડ્રગ્સ લેતાં લેતાં ઢળી પડતાં તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર તબીબોની ટીમ યુવકને મૃત જાહેર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક પ્રિન્સ શર્માના મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધો છે અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર હકિકત બહાર આવશે. તેમજ પોલીસે મૃતકના કમ્પાઉન્ડર મિત્રની અટકાયત છે. આ કમાઉન્ડર દરરોજ 200 જેટલા યુવકોને ઇંજેક્શન આપતો હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં તાપમાનનો પારો 10.8 ડિગ્રી પહોંચ્યો