ભારતીય બોલરે 1 બોલમાં 18 રન આપ્યા, T20 ક્રિકેટનો જુઓ વીડિયો
ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોંઘો બોલ, શું કોઈ બોલર એક બોલમાં 18 રન આપી શકે? T-20 ક્રિકેટમાં કંઈક આવું જ બન્યું છે, ભારતીય બોલરે ઓવરના છેલ્લા બોલ પર 18 રન આપ્યા.
1 બોલમાં 18 રન: એક બોલમાં 18 રન સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે એમ તો કેવી રીતે બનાવી શકાય એક બોલમાં 18 રન. પરંતુ આવું થયું છે T-20માં જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. T-20 ક્રિકેટમાં 1 બોલમાં 18 રન બનાવ્યા છે, આ ઘટના તમિલનાડુ પ્રીમિયર લીગ 2023 દરમિયાન બની હતી. બોલરે એક બોલમાં 18 રન બનાવ્યા હતા. ખરેખર, TNPLની બીજી મેચમાં, મેચ સાલેમ સ્પાર્ટન્સ અને ચેપોક સુપર ગિલીઝ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેપોક સુપર ગિલીઝની ઈનિંગ દરમિયાન 20મી ઓવર એવી હતી કે જેની કલ્પના પણ ન થઈ શકે. બન્યું એવું કે કેપ્ટન અભિષેક તંવર પોતે સાલેમ સ્પાર્ટન્સ તરફથી છેલ્લી ઓવર નાખવા આવ્યો. ત્યારે અભિષેકે એ નહી વિચાર્યુ હોય કે તેના માટે 6 બોલ ફેંકવા એ પર્વત પર ચઢવા જેટલું મુશ્કેલ હશે.
20મી ઓવરના છેલ્લા બોલ પર જ18 રન આપ્યા:
અભિષેક જ્યારે પહેલો બોલ નાખ્યો ત્યારે ઉતિરાસામી શસિદેવ સ્ટ્રાઈક પર હતો. પ્રથમ બોલ પર શસિદેવએ સિંગલ લીધો. ત્યારબાદ સંજય યાદવ સ્ટાઈકમાં આવ્યો. સંજયે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હવે ત્રીજા બોલ પર કોઈ રન બનાવી શકાયો. સંજયે ચોથા બોલ પર 1 રન લીધો હતો. પાંચમો બોલ નો બોલ હતો. ત્યારબાદ અભિષેકના આગલા બોલ પર શસિદેવએ સિંગલ લીધો હતો. હવે છેલ્લો બોલ બાકી હતો અને સંજય યાદવ સ્ટ્રાઈક પર હતો.
છેલ્લા બોલ પર 18 રન (N N6 N2 Wd 6)
19.6 – છેલ્લો નો બોલ = 1 રન
19.6 – છેલ્લો બોલ, નો બોલ સિક્સ = 7 રન
19.6 – છેલ્લો બોલ, નો બોલ, 2 રન, કુલ 3 રન
19.6 – છેલ્લો બોલ વાઈડ – 1 રન
19.6 – છેલ્લો બોલ, સિક્સ = 6 રન
The most expensive delivery ever? 1 Ball 18 runs#TNPLonFanCode pic.twitter.com/U95WNslHav
— FanCode (@FanCode) June 13, 2023
એટલે કે છેલ્લો બોલ નાખવા માટે અભિષેકને 5 બોલ નાખવા પડ્યા અને કુલ 18 રન આપ્યા. તમને જણાવી દઈએ કે અભિષેક ભારત તરફથી એક બોલ પર સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. જો કે, એક બોલ પર સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ક્લિન્ટ મેકકોયના નામે છે. જેણે 2012-13ની બિગ બેશ લીગ સીઝનમાં એક મેચ દરમિયાન 1 બોલમાં 20 રન આપ્યા હતા. બીજી તરફ આ મેચની વાત કરીએ તો ચેપોક સુપર ગિલીઝની ટીમ 52 રનથી જીતવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: જાણી લો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ, નહીં કરો તો ભોગવવું પડશે