ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર લાગશે 18 ટકા GST! પરંતુ ગ્રાહકો પાસેથી વસૂલાશે નહીં, જાણો કેવી રીતે

Text To Speech
  • GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર: GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના 2000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. પેમેન્ટ ગેટવેને આમાંથી કોઈ છૂટ મળશે નહીં. આ નિર્ણય બાદ ટ્રાન્ઝેક્શનની મર્ચન્ટ ફી પર 18 ટકા GST લાગશે. GST ફિટમેન્ટ કમિટીનો અભિપ્રાય છે કે, પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ કમાણી પર 18% GST વસૂલવો જોઈએ. સમિતિનું માનવું છે કે, આ પ્રકારના GSTથી ગ્રાહકોને અસર થવાની શક્યતા નથી.

GST પેમેન્ટ ગેટવે અને એગ્રીગેટર પાસેથી લેવામાં આવશે

હકીકતમાં, આ GST પેમેન્ટ એગ્રીગેટર પાસેથી લેવામાં આવશે. પેમેન્ટ એગ્રીગેટર્સ તૃતીય-પક્ષ પ્લેટફોર્મ છે જે વેપારીને ચુકવણીની રકમ સ્વીકારવામાં મદદ કરે છે. Razorpay, Paytm અને Googlepayએ પેમેન્ટ એગ્રીગેટનાં ઉદાહરણો છે.

પેમેન્ટ એગ્રીગેટર્સ તેમની સેવાઓ પૂરી પાડવા માટે વેપારીઓ પાસેથી કેટલાક પૈસા લે છે. આ દરેક વ્યવહારના 0.5થી 2 ટકા છે. જો કે, મોટાભાગના એગ્રીગેટર્સ તેને 1 ટકા પર રાખે છે. આ 0.5થી 2 ટકા રકમ પર સરકાર જે સર્વિસ ટેક્સ વસૂલે છે. તેથી સામાન્ય લોકો પર તેની સીધી અસર નહીં થાય. પરંતુ તે નાના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી કરશે.

દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે સોમવારે GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીમા પોલિસી પરના GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ પણ જૂઓ: FasTag નહીં પણ હવે આ રીતે કપાશે ટોલ ટેક્સ, સ્ક્રીન ઉપર દેખાશે વાહનની વિગત

Back to top button